Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અર્થે બેઠક યોજાઈ 

Share

ભરૂચ
ભરૂચ જિલ્લામાં પ્રિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અર્થે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકને સંબોધતા કલેક્ટરે પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે કરવાની થતી કાર્યવાહી માટે જિલ્લાના તમામ વિભાગના અમલીકરણ અધિકારીઓને પોતાના વિભાગની કામગીરી વહેલી તકે કરવા સૌને સુચના આપી હતી સાથે દરેક વિભાગે કરવાની થતી કામગીરીનું ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ.
કલેક્ટરે રેઈન ગેઝ મશીનની ચકાસણી કરવા, વરસાદી પાણીના નિકાલ માટેની કાંસની સમયસર યોગ્ય રીતે સફાઈ થાય, વરસાદી પાણીના નિકાલ માટે અવરોધક હોય તેવા સ્ટ્રકચરને હટાવી જગ્યા ખુલ્લી કરવી, ધન કચરાનો સુવ્યવસ્થિત નિકાલ થાય અને રોડ, રસ્તા, કેનાલની આસપાસ, વરસાદી પાણીના સંગ્રહ સ્થળોએ જંગલ કટિંગ અને વૃક્ષોનું ટ્રીમીંગ થાય, સિંચાઈ યોજનાના વિવિધ ડેમ, નાના ચેકડેમનું યોગ્ય રીતે ડિસીલ્ટીંગ થાય તે જોવા ઉપર ભાર મુક્યો હતો. તેમણે પુર જેવી સ્થિતિમાં લોકોને સાવચેત કરવા અને મળેલ આગાહી લોકો સુધી કઈ રીતે પહોંચાડવી, જાનહાની કે માલની નુકશાની નિવારવા તમામ જરૂરી પગલા, બચાવ-રાહત કામગીરી માટે બોટ, હોડી, તરવૈયાઓની યાદી, સ્વૈચ્છિક સંસ્થાઓની યાદી સંપર્ક માહિતી સાથે, અસરમસ્ત ગામના લોકોને કયા સ્થળે સ્થાળેતર કરાવવું, ભવિષ્યમાં જરૂર પડે ફૂડપેકેટ અને પાણીની વ્યવસ્થાનું આયોજન, પશુ જાનહાની માટે સર્વે ટીમ, ડી વોટરીંગ પંપના સેટ, વાવાઝોડુ-પૂર અંગેની ચેતવણી મળ્યેથી માછીમારો દરિયામાં માછીમારી માટે જાવ નહી તેનું આયોજન, વર્ષાઋતુ સાથે પૂરની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા આનુસાંગિક સાધન સામગ્રી બાબતે ઝીણવટભરી સમીક્ષા કલેક્ટરે કરી હતી.
વધુમાં વર્ષાઋતુ/પુર દરમ્યાન કોઈ રોગચાળો ન ફેલાય તે અંગે તકેદારી રાખી સ્વાસ્થયના તાકીદના પગલા લેવા અને શહેરમાં સ્વચ્છતા રાખી, રોગચાળો ન ફેલાઈ તે બાબતે ખાસ સુચના આપી હતી તે સાથે પીવાનું આરોગ્યપદ પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા, મેડીકલ ટીમો, પૂરતી દવાઓનો જથ્થો, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટેનું આયોજન, નદી-નાળા-તળાવો આગળ ભયજનક વિસ્તાર તેવા બોર્ડ લગાવવા, લાયઝન અધિકારીઓની નિમણુંક, ખેતીની જમીન પાકને નુકશાન થયેલ હોય તો તે અંગે સર્વેની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી કરવા સહિતની બાબતોની વિસ્તૃત ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડયુ હતું. દરેક તલાટીઓને પ્રિ-મોન્સુન અંગે તાલીમ આપવા તાલુકા વિકાસ અધીકારીઓને ભારપુર્વક જણાવ્યુ હતું.
આ તકે લોકોમાં સમયાંતરે સચોટ વિગતો મળી રહે તે હેતુથી ભરૂચ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, ભરૂચ નામની વોટ્સએપ ચેનલ દ્વારા જિલ્લાના નાગરીકોને વરસાદ અને નર્મદા નદી પુરની સ્થિતિ અંગેની અદ્યતન માહિતી શેર કરવામાં આવે છે. એજ રીતે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને આંગળીના ટેરવે ગોલ્ડન બ્રિજ પરની નર્મદા નદીની સપાટીની રીયલ ટાઈમ વિતગો મળી શકે તે માટે ઈ-રેવા અળી વોર્નિંગ સીસ્ટમ પણ ડેવલપ કરવામાં આવી છે. કલેક્ટરે દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી અગાઉના વર્ષોના અનુભવો પરથી જવાબદારી પુર્વક, સતર્કતાથી, પ્રમાણિકતાથી અને ટીમ વર્કથી પાર પાડવાની અધિકારીઓને તાકિદ કરી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલે ધિ-મોન્સુન કામગીરીના આગોતરા આયોજન અંગેની વિસ્તૃત માહિતી પેઝન્ટેશનના માધ્યમથી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાંધલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકાબેન પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ઝધડીયા : સારસા ગામમાં થયેલી મોટર સાઇકલની ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

સુરત ખાતે બહુજન ટાઈગર સેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ દ્વારા સુરત જીલ્લાનાં ઉપપ્રમુખ તરીકે અમિતભાઈની નિમણૂક કરી છે.

ProudOfGujarat

ઝઘડિયાનો યુવક કલા મહાકુંભમાં પ્રથમ ક્રમે વિજેતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!