Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાનો યુવક કલા મહાકુંભમાં પ્રથમ ક્રમે વિજેતા.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયાનો રહેવાસી ભાવેશકુમાર ભરતભાઈ વસાવા શાળા કાળથી ગીત સંગીત તથા ગાવાનો શોખ ધરાવે છે. ઝઘડિયા ખાતે ભૂતકાળમાં યોજાયેલ સરકારી કાર્યક્રમોમાં પણ ભાવેશકુમાર ઝઘડિયા તરફથી લોકગીતોમાં સેવાકીય ભાગ ભજવતો હતો.

તાલુકામાં થતા નાના મોટા કાર્યક્રમોમાં પણ તેની પ્રતિભાથી તે કાર્યક્રમનું સંચાલન કરતો હતો. હાલજમાં યોજાયેલ કલા મહાકુંભ ૨૦૨૧ માં ભાવેશકુમારે ગાયન સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં લોકગીત ભજનમાં તે ભરૂચ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંકે રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ભાવેશકુમાર રાજ્યભરમાં થતા લોકડાયરા તેમજ ભજન સંધ્યાના કાર્યક્રમમાં ગુજરાતના લોકચાહીતા ભજનીક એવા લક્ષ્મણભાઈ બારોટ સાથે પણ અનેક કાર્યક્રમો કરી ચૂક્યો છે અને લક્ષ્મણભાઈ દ્વારા તેને વખાણવામાં પણ આવ્યો છે. ભાવેશકુમારના કૌશલ્યથી તેણે તાલુકા સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આગામી સમયમાં રાજ્ય કક્ષાના યોજાનાર કલા મહાકુંભ માં ભાવિનકુમાર તેમનું કૌશલ્ય બતાવવા જઇ રહ્યો છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ભરૂચમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત “જન સેવા કેન્દ્ર” નું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરાયું

ProudOfGujarat

આજરોજ વિશ્વ મજુર દિનની ઉજવણી કરવામાં આવી.ભરૂચ જિલ્લામાં ઠેર-ઠેર કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

ઝઘડિયાના ખરચી ખાતે ચાર શાળાઓ વચ્ચે સ્પોર્ટસ ચેમ્પીયનશીપ સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!