અંકલેશ્વરની યુવતિના બિહારના યુવાન સાથે પ્રેમ લગ્ન થયાં હતાં
ભરૂચના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ભરૂચ.
અંકલેશ્વર ખાતે રહેતી એક યુવતિએ વર્ષ ૨૦૧૦માં મુળ બિહારના અને હાલમાં અંક્લેશ્વરમાં જ રહેતાં અમીત રાવ નામના શખ્સ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. તેઓ બન્ને અંક્લેશ્વરમાં જ રહેતાં હતાં. દરમિયાનમાં તેનો પતિ દિપા નામની એક યુવતી સાથે રાજસ્થાન ભાગી ગયો હતો. બે વર્ષ તેની સાથે રહ્યાં બાદ તે પરત આવ્યો હોત. જોકે, સમાજ રાહે સમાધાન કર્યા બાદ દંપતિ સાથે રહેતું હતું પ્રસંગોપાત તેના સાસુ ગીતાદેવી, સસરા વાસુકીપસાદતેમજ દિયર સુમિત અંકલેશ્વર આવતા જતાં હતાં.
જ્યારે આ દંપતિ પણ બિહાર તેમના વતને આવ-જા કરતાં હતાં દરમિયાનમાં તેનો પતિ દમણ કામ અર્થે જતો રહ્યો હતો. બીજી તરફ તે તેની પત્નીને તને સંતાન નથી થતું તુ મને નથી જોઈતી કહીને ઝઘડો કર્યા કરતી હતી. જોકે, તે તેમની સાથે સારો સંબંધ બનાવીને રહેતી હતી. તેના સાસરિયાઓ પણ ફોન પર તેને સંતાન હોવાના ટોણા મારી તેને છુટા થઈ જવા અને તેના પતિના બીજા લગ્ન કરવાની ધમકીઓ આપ્યાં કરતાં હતાં. દરમિયાનમાં ગત ૧ જાન્યુઆરીએ તેનો પતિ મહેક શાહ નામની યુવતિને લઈને તેમના વતને ભાગી ગયો હતો. તેઓએ એકબીજા સાથે બીજા લગ્ન કરી લીધાં હોવાની શંકાએ તેણે તેમને ફોન કરતાં સાસરિયાઓએ તેને તું અમને સંતાન નથી આપી શકતી માટે એના મહેક સાથે બીજા લગ્ન કરાવ્યાં તેમ જણાવ્યું હતું બનાવને પગલે યુવતિએ ભરૂચ મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
