ભરૂચ.
ભરૂચના પાલેજ સ્થિત ડી.જી.વી.સી.એલ.કચેરીના તાબા હેઠળ આવતા પાલેજ ટાઉનમાં વીજ કંપનીની ટીમો દ્વારા સઘન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વહેલી સવારે ગાઢ નિદ્રાંમાંથી સફાળા જાગી ગયા હતા.
Advertisement
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના પાલેજ ટાઉનમાં વહેલી સવારે વીજ કંપનીની ૩૪ ટીમો દ્વારા ટાઉનના વિવિધ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. વીજ કંપની દ્વારા ૧૬૮૬ વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. ૧૯૮૬ વીજ જોડાણમાંથી ૨૯ જોડાણોમાં ગેરરિતી સામે આવી હતી. જયારે અન્ય ૧૧ વીજ મીટરો સ્લો ચાલતા હોવાનું સામે આવ્યુ હતુ. ગેરરિતી તેમજ સ્લો ચાલતા મીટરો મળી કુલ ૩૭.૩૭ લાખની વીજ ચોરી સામે આવી હતી. પાલેજ નગરમાં વીજ કંપની દ્વારા સધન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવતા વીજ ચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
