Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કુકરવાડા ગામે વરઘોડાને હોર્ન મારવા મુદ્દે બે જૂથી વચ્ચે ધિગાણું

Share

પોલીસે બન્ને પક્ષની ક્રોસ ફરિયાદમાં ૧૪ જણા સામે ગુનો નોંધ્યો

ભારેલા અગ્નિ જેવી સ્થિતીને લઈને પોલીસનો વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત

Advertisement

। ભરૂચ ।

ભરૂચ તાલુકાના કુકરવાડા ખાતે મધ્યરાત્રીએ ધિંગાણું સર્જાયું હતું. વરઘોડા સમયે એક કાર ચાલકે સાઈડ મેળવવા હોર્ન વગાડતાં તે મામલે બે જૂથ સામ સામે આવી ગયાં હતાં. ઘટનાને પગલે તુરંત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે પણ રાત્રીના સમયે લોકટોળું એકત્ર થઈ જતાં વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ઘટનામાં બન્ને પક્ષની સામસામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કુલ ૧૪ જણા વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના અંગે રિકેશ રાજુ મિસ્ત્રીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના મિત્રના વરઘોડામાં તે હાજર હતો. ત્યારે રાત્રીના સાડાબાર વાગ્યાના અરસામાં ગોકુલનગર ખાતે રહેતો અશરફ મુસ્તાક મલેક તેની પત્ની સાથે કારમાં ત્યાથી જઈ રહ્યો હતો. વરરાજાની બગી રોડ પર હોઈ તેને સાઈડમાં કરવા માટે તે હોર્ન પર હોર્ન મારતો હોઈ રિકેશ તેમજ રાજેશ ઉર્ફે શંભુ તેમને હોર્ન ન વગાડવા સમજાવતાં તેણે તેમને અપશબ્દો ઉચ્ચારવાનું શરૂ કરી દીધું હતું. મામલો ગરમાતાં અશરફે તેની કારમાંથી પ્લાસ્ટીકની લાકડી કાઢી રાજેશના માથામાં સપાટો મારી દીધો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતાં અશરફના પિતા મુસ્તાક અહમદરસુલ મલેક તેમજ ભાઈ આકીબે દોડી આવી  ધિંગાણું કરતાં રિકેશ તેમજ તેની સાથેના રાજેશ ઉર્ફે શંભુ અને સંજય વસાવાને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર ભરૂચ સિવિલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે તેમણે અશરફ મુસ્તાક મલેક, આકીબ મુસ્તાક મલેક, મુસ્તાક અહમદ રસુલ મલેક તેમજ અશરફની પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બનાવને પગલે અશરફ મુસ્તાક મલેકે ફરિયાદ નોંધાવી હતી કે, તે તેની પત્ની સાથે તેમની કાર લઈને અંકલેશ્વર રેલવે સ્ટેશને આવેલાં તેમની માસીને લેવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં ગોકુલનગર ભાથીજી મહારાજ મંદિર પાસે વરઘોડો નિકળ્યો હોઈ તેમણે હોર્ન મારતાં કિરશ વસાવા, સુરેશ વસાવા, ચંન્દ્રેશ વસાવા, સતો વસાવા, હરેશ મિસ્ત્રી, હર્ષદ મરાઠી, બાળુ મરાઠી, બાળા મરાઠીના બે ભાઈ, અજય વસાવા, રિન્કેશ, શંભુ તેમજ નાથુએ મળી તેમના પર હુમલો કરી કારનો કાચ તોડી નાખ્યો હતો. તેમજ તેમના પર હુમલો કરી માર મારી ઈજાઓ પહોંચાડી હતી.


Share

Related posts

સહકારી ક્ષેત્રના આગેવાન સંદીપસિંહ માંગરોલા અને વિજયસિંહ પટેલની સ્ફોટક રજુઆત…

ProudOfGujarat

ભરૂચ પોલીસે સુરતથી ભાગી આવેલાં બે બાળકોનો વાલીઓ સાથે મેળાપ કરાવ્યો

ProudOfGujarat

ભરૂચમાં શ્રમજીવી પરિવારની બાળકીને ચોકલેટની લાલચે લઈ જનારને રંગે હાથ ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!