Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં શ્રમજીવી પરિવારની બાળકીને ચોકલેટની લાલચે લઈ જનારને રંગે હાથ ઝડપી પાડયો

Share

ભરૂચના વડદલા ગામ પાસેથી ગતરોજ એક ચકચારી ઘટના સામે આવી હતી, જેમાં લારી લઈ ટામેટા વેચાણ કરવા નીકળેલ એક પરપ્રાંતિય નરાધમ ઈસમે નજીકમાં રહેલ શ્રમજીવી પરિવારની બાળકીને ચોકલેટની લાલચ આપી ઝાડીઓમાં ઉઠાવી લઈ જઈ તેની સાથે અડપલા કરવા જતા સ્થાનિકોએ તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.

ટામેટા વેચવાવાળાએ માસુમ બાળકીને જાડી જાંખરામાં લઈ જઈ અડપલા કરવા જઈ રહ્યો હતો તે જ સમયે સ્થાનિકોની સતર્કતાના કારણે બાળકીને સલામત રીતે કોઈ દુષ્કૃત્ય થાય પહેલા જ બચાવી લઈ નરાધમ ઈસમને દોરડા વડે વૃક્ષ સાથે બાંધી દઈ મેથીપાક ચખાડી મામલે નબીપુર પોલીસને જાણ કરી હતી.

Advertisement

જે બાદ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ નરાધમ ઈસમની ધરપકડ કરી સમગ્ર મામલે ગુનો દાખલ કરવાની તજવીજ હાથધરી હતી, જોકે સમગ્ર ઘટના ક્રમ અંગેનો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થતા નરાધમ પરપ્રાંતિય ઈસમના કૃત્ય ઉપર લોકોએ ફિટકારની લાગણી વર્ષાવી હતી.


Share

Related posts

ઝઘડીયાના ઉમલ્લા ગામે કે.આર.પટેલ વિદ્યામંદિરના નિવૃત્ત થતાં આચાર્યને વિદાયમાન અપાયુ.

ProudOfGujarat

જંબુસર : અણખી ગામે ગણેશ વિસર્જનમાં ન આવવા દેવા અંગે એક સમાજના લોકોએ અન્ય સમાજના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો.

ProudOfGujarat

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથકના ગુનામાં આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!