Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ વાળા રસ્તા ઉપર ભારે વાહનોની અવરજવર પર બે માસના સમયગાળા માટે પ્રતિબંધ

Share

ભરૂચ

ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ વાળા રસ્તામાં ડાબી બાજુ હાલ સ્ટ્રોમ ડ્રેનેજની સમસ્યાને લીધે રસ્તાની બંને બાજુની કામગીરી ડીએલસી અને પીક્યુસી એક સાથે હાથ ધરી શકાય તેમ ન હોય આથી રસ્તાની જમણી બાજુનાં ૯ મીટર પહોળાઈની કામગીરી સત્વરે શરૂ કરવાની હોય જેથી ડાબી બાજુ ૭ મીટર પહોળાનો જ રસ્તો વપરાશમાં આવી શકે તેમ હોય આથી ઉપરોકત કારણસર વાહન વ્યવહારને કારણે નુકશાન અડચણ ન થાય તથા યોગ્ય રીતે ગુણવત્તા સહ કામગીરી થઈ શકે તે માટે રસ્તા ઉપર વાહનોની અવરજવર પર ર(બે) માસ માટે પતિબંધ મુકવા બાબતે જાહેરનામું પસિધ્ધ કરવા અંગે રજૂઆત થઈ હતી.

Advertisement

ટ્રાફીક જામની સમસ્યા ન સર્જાય તે માટે વન વે માં ભરૂચ-ઝાડેશ્વર ચોકડીથી જુના તવરા શુકલતીર્થ તરફ મોટા વાહનો જઈ શકશે તેમજ ટુ વ્હીલર તથા નાના ફોર વ્હીલર વાહનો ઝાડેશ્વર ચોકડીથી જુના તવરાથી શુકલતીર્થ બાજુ વાહન વ્યવહારની અવરજવર ચાલુ રહેશે. શુકલતીર્થથી ઝાડેશ્વર ચોકડી તરફ જતાં ભારે વાહનો પ્રતિબંધ રાખતા નબીપુર પોલીસ સ્ટેશનના શુકલતીર્થથી ભરૂચ સી. ડીવીઝનના જુના તવરા બસ સ્ટેશન થઈ નબીપુર પોલીસ સ્ટેશનના હલદરવા ગામની બાજુમાં થઈ કાઠિયાવાડી વિલેજ હોટલની બાજુમાંથી ભારે વાહનો નેશનલ હાઈવે નં.૪૮ ઉપર આવી ભરૂચ જઈ શકશે.

એન.આર.ધાંધલ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(ભી) અ-વર્ષે મળેલ સત્તાની રૂએ હુકમની તારીખથી કોર લેન ઓફ ભરૂચ-શુકલતીર્થ-ઝનોર રોડ ઝાડેશ્વર ચોકડીથી તવરા ગામ વાળા રસ્તા ઉપર વાહનોની અવરજવર પર બે માસના સમયગાળા માટે પ્રતિબંધ મુકવા તથા ઉપરોકત જણાવ્યા પ્રમાણેના રૂટ પર વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા આથી હુકમ કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.


Share

Related posts

દહેજ જી.આઈ.ડી.સી શીવટેક ઈન્દ્રસ્ટીઝ ખાતે શીશાની કીમતી પ્લેટો ની ચોરી

ProudOfGujarat

રાજપારડીના માધુપુરા વિસ્તારમાં વિદેશી દારૂ ઝડપાયો, જ્યારે રૂંઢ ગામે આંકડાનો જુગાર ઝડપાયો

ProudOfGujarat

કલાને જીવંત રાખવા અમદાવાદના શિલ્પકાર કાંતિભાઈ પટેલે 60 કરોડની મિલકત લલિતકલા અકાદમીને ભેટ ધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!