Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં આગામી ૨૮મી મે સુધી યલો એલર્ટ : વાવાઝોડા સાથે વરસાદની આગાહી

Share

વરસાદી માહોલમાં લોકોને તકેદારી રાખવા માટે વહિવટી તંત્રની અપીલ

ભરૂચ.

Advertisement

અરબી સમુદ્રમાં સર્જાયેલાં લો પ્રેશરને કારણે આગામી ૨૮મી મે સુધી પવન સાથે ભારે વરસાદ વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે વહિવટ તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરી લોકોને ખાસ તકેદારી રાખવા માટે સુચના આપવામાં આવી છે.

ભરૂચ શહેર જિલ્લામાં આગામી ૨૮ મે સુધી ભારે વરસાદ તેમજ પવન ફૂંકાવાની સંભાવના હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે આગામી ૨૮ મે સુધી શહેર-જિલ્લાના લોકોએ ખાસ તકેદારી રાખવી જરુરી હોવાનું વહિવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. વહિવટી તંત્રએ જણાવ્યું છે કે, ભારે વરસાદ દરમિયાન જરુર ન હોય તો લોકોને બહાર નિકળવું હિતાવહ નથી, ખાસ કરીને નદી-નાળા કે, નિચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા અને બીન જરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે. ોલકોએ ટોર્ચ-બેટરી, દવા, પીવાનું પાણી, સુકા ખાધ્યપદાર્થો ની જરુરિયાતનો જથ્થો હાથવગો રાખવો હિતાવહ છે.

વરસાદી માહોલમાં ભીંજાયેલાં વીજતાર, વીજ ઉત્પાદન સાધનો કે ખુલ્લા કનેક્શનોથી લોકોને દૂર રહેવું જરુરી છે . ચોમાસામાં વીજ કરંટ ઉતરવાથી આપઘાત થવાનો ભય રહેતો હોય છે. શક્ય હોય ત્યાં સુધી વાહન લઈને બહાર નીકળવું ટાળવું જરૂરી છે. છતાં બહાર નિકળવાનું થાય તો વાહન ધીમે ચલાવવા સાથે પાણી ભરેલાં હોય તેવા રસ્તાઓને ટાળવું જરુરી છે.

માછીમારોને દરિયા નહીં ખેડવા વહિવટી તંત્રની તાકીદ

આગામી ૨૮મી મે સુધી ભારે વરસાદનો માહોલ રહેવાનો હોવાથી દરિયામાં ગયેલાં માછીમારોને તુરંત દરિયાકિનારે પરત ફરવા માટે સુચના આપવામાં આવી છે. ઉપરાંત આ દિવસોમાં માછીમારી માટે દરિયામાં કે નદીમાં ન જવા માટે માછીમારોને તાકીદ કરવામાં આવી છે. મીઠાના અગરમાં કામ કરતાં અગરિયાઓને પણ આ દિવસો દરમિયાન સલામત સ્થળે ખસી જવા માટે સુચના આપવામાં આવી છે.


Share

Related posts

ભરૂચ તાલુકાના દહેગામ ખાતે “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત બાળકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ન કરવાં અંગે અવગત કરાયા

ProudOfGujarat

મોરબી ઘટના બાદ સર્વે માટે રાજપીપળા આવી પહોંચેલી ગાંધીનગરની મોનીટરીંગ સર્વે ટીમ.

ProudOfGujarat

ભરૂચ ને. હા. નં.48 પરથી ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી એલ. સી. બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!