Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય સભા માત્ર સાડા ચાર મિનીટમાં જ સમેટાઈ ગઈ

Share

એજન્ડામાં લેવાયેલાં ૯ મુદ્દામાં સભ્યોનો એક જ જવાબ- મંજૂર છે

ભરૂચ.

Advertisement

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે ગુરુવારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે, સામાન્ય સભા નાટ્યાત્મક રીતે માત્ર સાડા ચાર મિનીટમાં જ સમેટાઈ ગઈ હતી. સામાન્ય સભામાં લેવાયેલાં ૯ મુદ્દાઓને સભ્યોની બહાલી મળી હતી. સભ્યોએ માત્ર મંજૂર છે, મંજૂર છે કહીને તુરંત સભા પુર્ણ કરી હતી.

ભરૂચ જિલ્લા પંચાયત ખાતે ૨૨મી મેના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં મોટા ભાગના સભ્યો હાજર રહ્યાં હતાં. સામાન્ય સભામાં કુલ ૯ મુદ્દાઓ લેવામાં આવ્યાં હતાં. જેમા પહેલાં મુદ્દામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધ વંચાણે લઈ બહાલ કરવામાં આવી હતી. બીજા મુદ્દામાં પ્રશ્નોત્તરી હતી જોકે, કોઈ સભ્યોએ પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન મુક્યા ન હતાં. ત્રીજા મુદ્દામાં ગત સામાન્ય સભામાં લીધેલાં નિર્ણય પર લીધેલા પગલાનો અહેવાલ વૅચાનમાં લઈ બહાલ કરવામાં આવ્યો હતો. ચોથા મુદ્દામાં જુદી-જુદી સમિતીઓની બેઠકની કાર્યવાહી નોંધને બહાલ કરવામાં આવી હતી. જ્યારે પાંચમાં મુદ્દામાં જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા સુચિત વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા હતાં. જેમાં ૮.૫૦ કરોડની જોગવાઈ પૈકીના કામોને મંજુરી આપવામાં આ હતી.

છઠ્ઠા મુદ્દામાં રેતી રોયલ્ટી અંતર્ગતના વિકાસ કામો મંજુર કરાયાં હતાં જેમાં જિલ્લા પંચાયતના ૨૦૨૫-૨૬ના દેવા વિભાગના ખર્ચ વિભાગની ૮ કરોડની જોગવાઈ પૈકી ૫ કરોડ રેતી રોયલ્ટીના નિકળતી હોઈ જે તે વિસ્તારના ગામોના વિકાસ કાર્યો કરવામાં આવશે. સાતમા મુદ્દામાં જિલ્લા પંચાયતના ૨૦૨૫-૨૬ના વિકાસ પ્લાનને સર્વાનુમતે મંજૂરી મળી હતી. જ્યારે ૮ મુદ્દામાં વિવિધ સમિતિઓના મંજૂર થયેલાં કામોના સ્પીલ ઓવર કામોની જોગવાઈ વધા૨વાની ભલામણને પણ મંજૂર કરાઈ હતી. નોંધનિય છે કે, તેમાં વર્ષ ૨૦૨૪-૨૫ના કુલ ૧૩ કરોડના કામો પૈકી માત્ર ૪.૮૫ કરોડોના જ કામો જે તે સમયે થયાં હતાં. જે બાદ ચાલુ નાણાંકિય વર્ષમાં ૪.૫૦ કરોડનો ખર્ચ થયો હતો. જેથી બાકીની ૩.૬૫ કરોડની રકમને ચાલુ નાણાંકિય વર્ષમાં, પંચાયત અને વિકાસ ક્ષેત્રે, પંચાયત સભ્યોના કામો ઍગેના ખર્ચ( સ્ટેમ્પ ડ્યુટીની સ્પીલ ઓવ૨)ની જોગવાઈમાં ઉમેરવાની મંજૂરી અપાઈ હતી.

 

તમામ ક્ષેત્રેની જોગવાઈઓ મુજબ ઝડપી અને ગુણવત્તાસભર કામગીરીની સુચના આપી છે

આજે મળેલી સામાન્ય સભામાં જિલ્લા વિકાસ પ્લાન ૨૦૨૫-૨૬ના કામો મંજૂર કરવામાં આવ્યા છે. ૨૪મી માર્ચના રોજ મંજૂર થયેલાં બજેલમાં આરોગ્ય, ખેતીવાડી, જાહેર બાંધકામ, શિક્ષણ, સમાજ કલ્યાણ અને મહિલા બાળ વિકાસ ક્ષેત્રેની જોગવાઈ મુજબ ઝડપી અને ગુણવત્તા સભર કામગીરી માટે સુચના આપવામાં આવી છે. નાણાંકિય વર્ષ ૨૦૨૫-૨૬માં વિકાસના કામોને કેન્દ્ર સ્થાને રાખી, નાગરિકોની જાહેર આરોગ્ય, શિક્ષણ અને માળખાગત સુવિધાઓમાં વધારો થાય એ દિશામાં કામ કરવામાં આવશે.

પ્રમુખ, જિલ્લાપંચાયત ભરૂચ.
જિલ્લાની ૧૦૯ ગ્રામ પંચાયતો નવી બનાવાશે

નાણાંકિય વર્ષ ૨૦૨૫-૨૬માં મંજૂર થયેલી કુલ ૧૦૯ ગ્રામ પંચાયતોને નવી બનાવવામાં આવશે. જેની ટેન્ડર પ્રક્રિયા હાલમાંચાલી રહી છે. પ્રક્રિયા પુર્ણ થયેથી સમય મર્યાદાની અંદર તમામ ૧૦૯ ગ્રામ પંચાયતોની કામગીરી પુર્ણ કરવાનું નક્કી કરાયું છે. તેમજ તમામ ૧૦૯ ગ્રામ પંચાયતોનું એક સાથે ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ પ્રમુખે જણાવ્યું હતું.


Share

Related posts

વિરમગામના સામાજિક કાર્યકરે સરકારી દવાખાનામાં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

વડોદરાના નવલખી મેદાનમાં રાત્રીના સમયે ત્રણ નરાધમ યુવાનોએ સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચરીને ભાગી જતાં સગીરાએ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે.

ProudOfGujarat

કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે યુવાનો દ્વારા ચૂંટણીના દારુનો બહિષ્કાર કરવામાં આવ્યો.ન હમ પીયેગે ન પીને દેગે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!