Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શુક્લતીર્થમાં ત્રણ ડુબવાના બનાવમાં માનવ અધિકાર આયોગની સુચનાથી SITની ટીમ પુનઃ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી

Share

શુક્લતીર્થમાં ગેરકાયદે રેતી ખનનના કારણે નદીમાં થયેલાં ઊંડા ખાડામાં ૩ લોકો ડૂબી

ગયાં હતાં

Advertisement

1 ભરૂચ ।

બરૂચ તાલુકામાં આવેલાં શુકલતીર્થ ગામે ૧૫મી નવેમ્બર ૨૦૨૪ના રોજ દેવદિવાળીના મેળા ટાણે નર્મદાનદી કિનારે સ્નાન કરવા ગયેલાં પિતા-પુત્ર સહિત ૩ જણાના મોત નીપજયાં હતાં. નર્મદા નદીમાં રેતી માફિયાઓ દ્વારા ડ્રેજિંગ મશીનથી નદીમાં લાંબી પાઈપો નાંખી રેતી ઉલેચવાને કારણે ૩૦ ફૂટ જેટલાં ઊંડા ખાડા પડી જવાને કારણે ત્રણેષના મોત થયાં હોવાની પરિવારજનોએ આક્ષેપ કર્યો હતા. રેતી બખનની પ્રવૃત્તિના કારણે બનાવ બન્યો હોવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

ઉપરાંત મૃતકોના પરિવારને યોગ્ય વળતર ચુકવાયું ન હતું. પોલીસે પણ મામલામાં ઘટનાના જવાબદાર લીઝપારક શુરેન્દ્રસિંહ પરમાર સામે બીએનએસની કલમ ૧૦૯ સહિતની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં નહીં આવતા મામલો માનવ અધિકાર આયોગમાં પહોંચ્યો હતો. ત્યારે માનવ આયોગની સુચનાથી જિલ્લાની એક SITની ટીમની રચના કરવામાં આવી હતી. SIT ની ટીમ દ્વારા જે રિપોર્ટ માનવ અધિકાર આયોગમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે ક્ષતિ ભર્યો હોવાના આક્ષેપ સાથે અરજદારોએ તેમાં વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. જેથી માનવ આયોગે પુન: અરજદારોને સાંભળી નવેસરથી તપાસ કરી રીપોર્ટ કરવા કલેક્ટરને આદેશ કર્યો હતો.

જેના પગલે કલેક્ટરે ૨૦મી મેના રોજ મૃતકના પરિવારજનો તેમજ અરજદારને સાંભળી નવેસરથી તપાસનો હુકમ કર્યો હતો. જેના પગલે શનિવારે ૨૪મી મેના રોજ SITની ટીમે અરજદારો તેમજ નજરે જોનારા અને મૃતકના પરિવારના સભ્યોની હાજરીમાં નવેસરથી બનાવ સ્થળની તપાસ કરી હતી. સ્થળ પર જઈને જોતાં ત્યાર ગેરકાયદે રીતે ડુજિંગ મશીન, લોખંડની બોટ તેમજ લાંબી પાઈપોથી ગેરકાયદે રેતી ખનન કરવામાં આવતું હોવાનું માલુમ પડયું હતું. સમગ્ર ઘટના અંગે સ્થળ તપાસ તેમજ ઘટના જોનારા મૃતકના પરિવારજનો, તેમજ અરજદારોની જુબાની સહિતી વિગતો એકત્ર કરી રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

SITની ટીમમાં આટલાં અધિકારીઓ હતા

નાયબ કલેક્ટર
જીપીસીબી અધિકારી
ડીઆઈએલઆર
ડીવાયએસપીના પ્રતિનિધી તરીકે નબીપુર પીઆઈ

 

ખાણ ખનીજ વિભાગને સ્થળ પરથી સૂચના આપી

SITની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતાં શુક્લતીર્થમાં નર્મદા નદીના પમાં આખા વિસ્તારમાં ગેરકાયદે રેતી ખબની પ્રવૃત્તિમાં વપરાતી રૂજિંગ મશીન સહિત આશરે ૫૦થી વધુ લોખંડની બોટ, પાણીમાંથી રેતી ખેંચવા માટેની સેંકડો પાઈપ, પોકલેન મશીન હાજર મળી આવ્યાં હતાં. ટીમે તમામ સાધનો કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી કરવા માટે SIT અધ્યક્ષે ખાણ ખનિજ અધિકારીને સ્થળ પરથી જ ટેલીફોનિક આદેશ કર્યા હતાં.


Share

Related posts

નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા નજીકનાં ભદામ ગામની કરજણ નદીમાં નાહવા પડેલા પાંચ બાળકો પૈકી ૨ બાળકો પાણીમાં લાપતા.

ProudOfGujarat

સુરતનાં ડીંડોલી વિસ્તારમાં બાળકના અપહરણ થવાના બનાવમાં ફરીયાદી માતાએ જ તેના બાળકની હત્યા કરતાં માતાને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!