Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં ડીંડોલી વિસ્તારમાં બાળકના અપહરણ થવાના બનાવમાં ફરીયાદી માતાએ જ તેના બાળકની હત્યા કરતાં માતાને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

Share

ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લેકસીટી રેસીડેન્સીની બાંધકામ સાઈટ ઉપર કડિયા કામ કરતી મૂળ છત્તીસગઢના રાજનંદગાંવ જિલ્લાની ફરીયાદી નયનાબેન સુખનંદન મંડાવીએ પોતાના અઢી વર્ષનો પુત્ર વીર ઉર્ફે ભોંદુ તા.૨૭/૬/૨૦૨૩ ના બપોરના દોઢ વાગ્યાના સુમારે લેકસીટી બાંધકામ સાઇટ ખાતેથી કોઈ અજાણ્યો ઇસમ અપહરણ કરી લઈ ગયેલ હોવાની ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ કરવામાં આવેલ.

અઢી વર્ષના બાળકના અપહરણ થવાના સંવેદનશીલ બનાવમાં બાળકને શોધી કાઢી આરોપીને ઝડપી પાડવા માટે સર્વેલન્સ સ્ટાફના PSI હરપાલસિંહ મસાણી એ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી CCTV કેમેરા, મોબાઈલ સર્વેલન્સ, ટેકનિકલ સર્વેલન્સ તથા સોશિયલ મીડિયાના માધ્યમથી અપરણ થયેલ બાળકને શોધી કાઢવા વર્કઆઉટ ચાલુ કરેલ, તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા ચેક કરતા બાળકને કોઈ અપહરણ કરી લઈ જતું હોય અથવા બાળક એકલું બાંધકામ સાઈટની બહાર જતું જણાઈ આવેલ નહીં તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ બાંધકામ સાઈટનો એરીયા સર્ચ કરતા ડોગ સ્કવોડ ઇન્ચાર્જે બાળક બાંધકામ સાઈટની બહાર નહિ ગયેલ હોવાનો અભિપ્રાય આપેલ, તેમજ બાંધકામ સાઈટના કામ કરતા મજૂરોની પૂછપરછ કરતા ફરિયાદી નયના મંડાવીને તેના હમવતની છત્તીસગઢના સંજુ નામના ઈસમ સાથે પ્રેમ સંબંધ હોવાની હકીકત જાણવા મળેલ, તેમજ બાળકની માતા નયના મંડાવીની હિલચાલ પહેલેથી જ શંકાસ્પદ જણાતી હોય તેની કડકાઈથી પૂછપરછ કરતા પોતાના બાળકને તેનો પ્રેમી સંજુ છત્તીસગઢથી આવીને લઈ ગયેલ હોવાનું જણાવેલ, જેથી પ્રેમી સંજુની મોબાઈલ કોલ ડીટેઈલ તેમજ લોકેશન બાબતે ટેકનિકલ સર્વેલન્સથી તપાસ કરતા તે સુરત ખાતે નહીં આવેલ હોવાનું અને છત્તીસગઢમાં જ હોવાની હકીકત જણાઈ આવેલ, જેથી ફરિયાદી નયના મંડાવીની વધુ કડકાઈથી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે “તેના લગ્ન આજથી ચાર વર્ષ પહેલા છત્તીસગઢના રાજનંદગાંવ જિલ્લાના ચરૂથના ગામના સુખનંદન ઉર્ફે ભૂવનેશ્વર ગુડુ મંડાવી સાથે થયેલ હતા, લગ્નજીવન દરમિયાન તેમને વીર રૂપે ભોન્દુ નામનો પુત્ર થયેલ હતો, નયના મંડાવીને પતિ સાથે મનમેળ ના હોય બે માસના પુત્ર વીર ઉર્ફે ભોન્દુને તથા તેની માતાને લઈને છતીસગઢથી સુરત આવેલ અને છેલ્લા બે વર્ષથી બાંધકામ સાઈટ ઉપર મજૂરી કામ કરતા હતા, દરમિયાન પોતાના વતન ગામના સંજુ નામના ઈસમ સાથે તેને પ્રેમ સંબંધ બંધાયેલ, પરંતુ પ્રેમી સંજુએ તેની સાથે લગ્ન કરવા હોય તો બાળકને છોડવાનું જણાવેલ, જેથી પ્રેમી સંજુને પામવા માટે નયનાએ વીર ઉર્ફે ભોન્દુને કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ ગયેલ હોવાનું જણાવી ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ હતી ત્યારબાદ નયનાની વધુ પૂછપરછ કરતા જણાવેલ કે તેણે પોતાના દીકરા વીરને ગળુ દબાવી મારી નાખી તેની લાશને બાંધકામ સાઈટની બાજુમાં આવેલ ખુલ્લી પડતર જગ્યામાં ખાડો ખોદી દાટી લીધેલ છે, જેથી નયના મંડાવીને સાથે રાખી લેકસીટી બિલ્ડીંગની બાજુમાં આવેલા ખુલ્લી જગ્યામાં મજૂરો તથા જેસીબી મશીન મારફતે 25 ફૂટ જેટલો ખાડો ગાળતા તેમાંથી બાળકની ડેડબોડી મળી આવેલ નહીં, જેથી ફરી કડકાઈથી પૂછપરછ કરતા તેણે રાત્રિના સમયે પોતાના બાળકની લાશને લેકસીટી બિલ્ડીંગ સામે આવેલ કરાડવા તળાવમાં ફેંકી દીધેલ હોવાનું જણાવેલ જેથી સુરત શહેર એસ.એમ.સી ફાયર બ્રિગેડના તરવૈયાઓને હોડી સાથે તળાવમાં ઉતારી સર્ચ કરતા બાળકની ડેડબોડી મળી આવેલ નહીં, આમ ફરિયાદી નયના મંડાવી ખૂબ જ બનેલી અને ચાલાક હોય પોતે પોતાના છોકરાનું ખૂન કરેલાનું તો સ્વીકારે છે પરંતુ ડેડબોડી ક્યાં રાખી તે જણાવતી ન હોય અને પોલીસેને ગેરમાર્ગે દોરી ત્રણ દિવસથી સમય પસાર કરતી હોય, પોલીસે પોતાનું અસલ સ્વરૂપ બતાવી તેને સજા નહીં થવા દે તેવો વિશ્વાસ અપાવી મનોવૈજ્ઞાનિક ઢબે પૂછપરછ કરતા આખરે તે ભાંગી પડેલ, અને પોતાના બાળકનું ખૂન કરી તેને ડેડબોડીને લેકસીટીના નવા બંધાતા બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલા લિફ્ટના ઊંડા ખાડામાં નાખી દીધેલ હોવાનું જણાવતા, તેને સાથે રાખી બતાવેલ જગ્યાએ તપાસ કરતા ગુમ થયેલ બાળક વીર ઉર્ફે ભોંદુની ડેડબોડી નવી બંધાતી બિલ્ડીંગના બેઝમેન્ટમાં આવેલા લિફ્ટના છ ફૂટ ઊંડા ખાડામાંથી મળી આવેલ, બાળકની ડેડબોડી બતાવવા માટે પોલીસને અલગ અલગ જગ્યાએ ગેરમાર્ગે દોરવા બાબતે પૂછપરછ કરતા તેણે જણાવેલ કે પોતે મોબાઇલમાં ક્રાઈમ પેટ્રોલ સીરીયલ જુએ છે તેમજ બે વખત દ્રશ્યમ પિક્ચર જોયું હતું જેથી પોલીસને બાળકની ડેડબોડી નહીં મળે તો કંઈ નહીં કરી શકે, તેમાં વિચારીને પોલીસને બાળકની ડેડબોડીના મળે તેવા આશયથી પોલીસને ગેરમાર્ગે દોરેલ હતા. આમ ફરિયાદી નયના મંડાવીએ પોતાના પુત્ર વીર ઉર્ફે ભોંદુને કોઈ અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ ગયેલ હોવાની પોલીસમાં ખોટી ફરિયાદ કરી, તેના પ્રેમી સંજુ સાથે લગ્ન કરવા હોય અને તેમાં બાળક વીર નડતરરૂપ હોય, તેને મારી નાખી પુરાવાનો નાશ કરવા બાબતે ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના ઝાડેશ્વરના ચામુંડામાતાના મંદિર સામે આવેલ શ્રી નિકેતન હાઈકલ કોલોનીના બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો અઢી લાખના મુદ્દામાલ પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા.

ProudOfGujarat

લીંબડી હાઈવે પર એસ.ટી અને પોલીસની ટ્રાફિક ડ્રાઈવ કરીને 8 વાહનો ડિટેઈન કરતા અડીંગો જમાવી બેઠેલા ખાનગી વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો.

ProudOfGujarat

પાલેજ રેલવે સ્ટેશને ટ્રેનની અડફેટે પાલેજનાં પશુપાલક યુવાનનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!