Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ ઈપ્કોવાલા હોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

Share

ખેડા જિલ્લાના ઈપ્કોવાલા હોલ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પ્રભારીમંત્રી મનીષાબેન વકીલની ઉપસ્થિત રહીને લાભાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. જિલ્લા પ્રભારી મંત્રી મનીષા બેન વકીલે કહ્યું કે આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન એ છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવનો સંકલ્પ લીધો છે દેશમાં ચાલતી જુદી જુદી યોજનાઓનો લાભ લઇ લોકો કઈ રીતે આત્મનિર્ભર બની શકે તેની ચિંતા પણ વડાપ્રધાન કરી રહ્યા છે, આજે ગુજરાતની ઓળખ વડાપ્રધાન દ્વારા છે, અને હવે તો ભારત પણ વિકસિત દેશ બની રહ્યો છે તેમજ ભારત દેશની નોંધ બીજા દેશો લઇ રહ્યા છે. પ્રભારી મંત્રી મનીષા બેન વકીલે વધુમાં ઉમેર્યું કે,દેશમાં સૌ નાગરિકોને પાકું ઘર મળવું જોઈએ ઘર હશે તો બીજી પાયાની જરૂરિયાતો નાગરિકો સરળતાથી મેળવી શક્શે.

મંત્રી મનીષાબેન એ કહ્યું કે, આજે ગામડાઓમાં અલગ-અલગ શૌચાલયો છે જેના કારણે દેશની માતા અને દીકરીઓ સુરક્ષિત થઇ છે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની માટે શૌચાલયો અલગ-અલગ છે, જેના કારણે સ્કૂલ છોડનારી વ્હાલી દીકરીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની સરકાર આજે દેશના અબાલવૃદ્ધ નાગરિકો સહિત સમાજના દરેક વર્ગને આવરી લેતો સમતોલિત વિકાસ આદર્યો છે. જેના પરિણામે યોજનાકીય લાભો શહેરી વિસ્તારો પૂરતા સીમિત ન રહીને દેશના દૂર-સુદુર, અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારો સુધી પહોંચતા થયા છે.
અગાઉની સરકારમાં યોજનાઓ કાગળ પર બનતી અને કાગળ પર જ પૂરી થઈ જતી હતી જ્યારે આજે દેશની તિજોરીનો પૈસો દેશના નાગરિકોના લાભાર્થે સંપૂર્ણપણે ઉપયોગ થઇ રહ્યો છે તેમ એ જણાવ્યું હતું.

મંત્રી એ આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રીપદના કાર્યકાળ દરમિયાન રાજ્યમાં ગરીબોના ઉત્થાન અર્થે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હોવાનું જણાવી વચેટિયા રાજ નાબૂદ કરીને વંચિતો, જરુરીયાતમંદ ગરીબોને હાથોહાથ હાથ લાભ પહોંચાડ્યા હોવાનું ઉમેર્યુ હતું. જેના પરિણામે આજે રાજ્યનો ગરીબ નાગરિક પણ પગભર બનીને સમાજમાં ગૌરવભેર જીવી રહ્યો છે.

Advertisement

આ પ્રસંગે મંત્રી મનીષાબેન એ કહ્યું કે આયુષ્માન ભારત, નલ સે જલ, ઉજ્જવલા યોજના, કિસાન સન્માન નીધિ, મુદ્રા યોજના તેમજ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ક્ષેત્રે રાજ્યમા શ્રેષ્ઠ કામગીરી થઇ છે, લાભાન્વિત થયેલ લાભાર્થીઓએ તેઓની લાગણીઓ લોક સમક્ષ રજૂ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ છેવાડના માણસ સુધી મળી રહે તેવું આયોજન આપણા માનનીય વડાપ્રધાન અને મુખ્યમંત્રી એ કર્યુ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાનો કોઇ પણ વ્યક્તિ કે લાભાર્થી આ યોજના લાભથી વંચિત ન રહે તે સંકલ્પ નયનાબેન પટેલએ કર્યો હતો. આ સાથે તેમણે જણાવ્યું કે મહિલાઓ પણ આર્થિક રીતે પગભર બને સખી મંડળ બનાવે અને વધુમાં વધુ યોજનાઓનો લાભ લે જેથી મહિલાઓ આત્મનિર્ભર બની શકે.

આ પ્રસંગે ખેડા જિલ્લાના કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવે નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલા, ભાજપના પ્રમુખ વિપુલભાઈ, નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન પી.કે રાણા અને વડતાલના શ્યામ સ્વામી મહારાજ,અને ઘનશ્યામ સ્વામી મહારાજ,તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ મહિડા,જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ,લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નેત્રંગ ખાતે એલ.સી.બી.પોલીસે જુગાર રમતા ૧૭ જુગારીયા ઝડપી પાડયા ૪ ખેલીઓ ભાગી છુટતા તેમને શોધવા પોલીસે કવાયત હાથ ધરી.

ProudOfGujarat

શહેરા નગરપાલિકાતંત્ર દ્વારા ગૂમાસ્તાધારાનો કકડ અમલ શરુ કરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકા વકીલ મંડળનાં હોદ્દેદારોની સર્વાનુમતે બિનહરીફ વરણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!