Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સ્વેતાયાન કંપનીમાં રિએક્ટરમાં ફાર્માસ્યૂટિકલના ઇન્ટરમિડીએટ બનાવવાના ટ્રાયલમાં જ ફાયર

Share

ઘટનામાં બે જણા દાઝ્યા, એકને ઝાળ લાગવા સાથે ભાગતી વેળાં પડી જવાથી ફેક્ચર થયું

ભરૂચ
દહેજમાં આવેલી સ્વેતાયાન કંપનીમાં રવિવારે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં આઠ માળની કંપનીના બીજા માળ પર ફાર્માસ્યુટિકલ ઇન્ટરમિડીએટનું પ્રોસેસિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાનમાં કોઇ કારણસર રિએક્ટરમાં પ્રેશર વધવાને કારણે બ્લાસ્ટ થતાં પહેલાં સફેદ અને બાદમાં પીળા કલરનો ધૂમાડો નિકળવાનો શરૂ થયો હતો.

Advertisement

જે બાદ તુરંત જ કંપનીમાં આગની જ્વાળાઓ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગી કંપનીને આગે ચપેટમાં લઇ લીધી હતી. આગ ફેલાતાં કંપનીમાં કામ કરી રહેલાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. રિએક્ટર ફાટ્યું ત્યાં નજીક જ સુપરવાઇઝર સાવન દેવચંદ ટીંબલિયા તેમજ વિવેક રામાણીક અને ચિરાગ નિનામા નામના ત્રણ કર્મચારીઓ દાઝ્યાં હતાં. ચિરાગ આગથી બચવા માટે ભાગવા જઇ રહ્યો હતો તે વેળાં પડી જવાને કારણે તેને ફેક્ચર થયું હતું.

ઘટનાને પગલે આસપાસની કંપનીઓમાંથી 7થી વધુ લાઇબંબા દોડી આવતાં તેમણે સતત પાણીનો મારો ચલાવી રાત્રે બારેક વાગ્યે આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનાને પગલે દહેજ પોલીસે સાવન દેવચંદ ટીંબલીયાની ફરિયાદના આધારે જાણવા જોગ નોંધ કરી તપાસ શરૂ કરી છે.
ફેક્ટરી ઇન્સ્પેક્ટર જાગૃતિ ચૌહાણે જણાવ્યું હતું કે, કંપનીમાં હજી ફુલ પ્રોડક્શન ચાલુ થયું ન હતું. તેઓ હાલમાં ટ્રાયલ લઇ રહ્યાં હોવાથી 4 હેલ્પર, 2 સુપરવાઇઝર તેમજ બે ઓપરેટર એમ 8 જણા કામ કરી રહ્યાં હતાં. કંપનીમાં લાગેલી આગની તપાસ હજી ચાલું છે. શું પ્રોડક્શન ચાલી રહ્યું હતું ઘટના કેવી રીતે બની તેનો રિપોર્ટ તૈયાર થઇ રહ્યો છે. ઘટનામાં 3 જણા દાઝ્યા-ઇજાગ્રસ્ત થયાંની માહિતી મળી છ. તપાસ ચાલી રહી છે.


Share

Related posts

સુરત-પાંડેસરા વિસ્તારમાં એસએમસી આવાસમાં ફાયરિંગ -અજાણ્યા શખ્સો દ્વારા કરાયેલ ફાયરિંગમાં એક યુવક ઈજાગ્રસ્ત….

ProudOfGujarat

BJP નો ડંકો : જિતિન પ્રસાદ કોંગ્રેસને છોડીને ભાજપમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ કોર્ટ રોડ પર મહાકાય લીમડા નું વૃક્ષ રસ્તા વચ્ચે જ તૂટી પડતા દોડધામ, વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની ફરજ પડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!