Proud of Gujarat
bharuchCrime & scandalFashionFeaturedGENERAL NEWSGujaratUncategorized

રહિયાદ ચોકડી પાસે કેમિકલ ભરેલુ ટેન્કર પલટી માર્યું: સદનશીબે કોઇને જાનહાની નહી

Share

ભરૂચ.
દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી દિપક ફિનોલિક કંપનીમાંથી સંતોક સિંગ નામનો એક શખસ કેમિકલ ભરેલું ટેન્કર વડોદરા જવા માટે નિળક્યો હતો.દરમિયાનમાં રહિયાદ ચોકડી પાસેથી પસાર થતાં સમયે અન્ય ટ્રકે સંતોકસિંગના ટેન્કરને રોડની સાઇડમાં દબાવતાં તેમનો સ્ટિયરીંગ પર કાબૂ નહીં રહેતાં ટેન્કર રોડની સાઇડમાં પલટી મારી ઉંધુ થઇ ગયુ હતું.

ઘટનાને પગલે આગ ન ભભુકે તે માટે તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો. બીજી તરફ પોલીસ પણ આવી પહોંચી હતી. અકસ્માતમાં ડ્રાઇવર સંતોક સિંગને સામાન્ય ઇજાઓ થઇ હતી.  જોકે, મામલામાં ટેન્કરચાલક સંતોક સિંગે કે પછી ટેન્કર માલિક કે પછી કંપની સંચાલક કોઇએ પણ આ ઘટનાને લઇને આ લખાય છે ત્યા સુધી પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે, ડ્રાઇવર સંતોક સિંગ ટેન્કર ચલાવી રહ્યાં હતાં ત્યારે તેઓએ નશો કર્યો હતો કે કેમ તેવા પ્રશ્ન સર્જાયા છે.ઉપરાંત પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હોવા છતાં મામલામાં કોઇ ફરિયાદ કેમ નથી થઇ, કંપનીમાંથી કેમિકલ નિકાલ માટેનો પરવાનો હતો કે કેમ, કેમિકલ કયાં પ્રકારનું હતું. કેમિકલ વરસાદી કાંસમા ઢોળાઇ ગયું હોવાનેકારણે તેનાથી કોઇને નુકસાન થવાની ભિતી પણ સેવાઇ રહી છે. ત્યારે એ મામલામાં કોઇ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તેવા પ્રશ્નો ઉભા થયાં છે.
Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળા નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સઘન સર્વેની કામગીરી

ProudOfGujarat

માંગરોળ તાલુકામાં પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે કેન્ડલ માર્ચ રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!