Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જન્મ દિને બુલેટ ખરીદીને ઘરે જતી વેળાં અકસ્માત નડતા યુવાનનું મોત: મિત્ર ગંભીર

Share

આખો પરિવાર કારમાં પાછળ પાછળ આવી રહ્યો હતો, દહેજ પોલીસમાં ફરિયાદ
ભરૂચ.
ભરૂચના તવરા ગામે નવરંગ સોસાયટીમાં રહેતાં અને મુળ રહિયાદ ગામના વતની ગૌરવ મોહન ગોહિલ ભરૂચ જીએનએફસીમાં આસિસ્ટન્ટ ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. 28મી મેના રોજ તેમના 19 વર્ષના પુત્ર વિશાલનો જન્મ દિવસ હોઇ તેમણે નોકરી પર રજા રાખી હતી. તેઓ તેમના પુત્ર માટે બુલેટ ખરીદવા માટે મક્તમપુર પાસેની આવિષ્કાર શોપિંગમાં આવેલાં શોરૂમ પર ગયાં હતાં. બુલેટ ખરીદી કર્યાં બાદ તેમનો પુત્ર વિશાલ તેમજ રહિયાદ મઢુલી પાસે રહેતો તેનો મિત્ર હાર્દિક અરવિંદ ગોહિલ બન્ને બુલેટ પ રહિયાદ તેમના વતને જવા માટે નિકળ્યાં હતાં. જ્યારે તેમનો પરિવાર તેમની કારમાં બેસીને રહિયાદ તરફ જઇ રહ્યાં હતાં. દરમિયનમાં ગૌરાંગભાઇ તેમની કાર લઇને અટાલી ગામ વૈભવ હોટલથી 500 મીટર દૂર ભરૂચ તરફ રોડ પર  તેમનો પુત્ર વિશાલ અને તેનો મિત્ર હાર્દિક અકસ્માત થયેલી હાલતમાં પડેલો મળી આવ્યો હતો. તેમની બુલેટને પણ નુકસાન થયું હતું. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચની એપેક્ષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે તબીબે તપાસ કરતાં તેમના પુત્ર વિશાલનું મોત થયાનું માલુમ પડ્યું હતું. જ્યારે તેમના મિત્રને માથામાં ગંભીર ઇજાઓ થઇ હોવાની હેમરેજ થતાં તેને સારવાર અર્થે દાખલ કર્યો હતો. બનાવ સંદર્ભે દહેજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કુદરતની સામે માનવ વામણો છે. માનવીનું જીવન અને મૃત્યુ બન્ને કુદરતના હાથમાં છે. કોના નસીબમાં કેટલી જીંદગી છે તે કોઇને જાણ હોતી નથી. ત્યારે કુદરતે આપેલાં જીવનમાં હંમેશા ખુશ રહેવું, અન્ય લોકો સાથે દ્વેશભાવ કે મનમોટાવ રાખ્યા સિવાય મનમોટું રાખીને જીવન જીવવું જોઇએ.

Share

Related posts

લીંબડીમાં રખડતા ઢોરનાં ત્રાસથી લોકો ત્રાહિમામ…

ProudOfGujarat

ભરૂચમાં જળસંકટના ભણકારા, પાણીકાપ ઝીંકી સમસ્યા સામે લાંબો સમય લડવા પાલિકાનો પ્રયાસ

ProudOfGujarat

બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે બરોડા બીએનપી પારિબા ગોલ્ડ ઇટીએફ ફંડ ઓફ ફંડ્સ એનએફઓ લોન્ચ કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!