Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચમાં જાહેરમાં આંકડાનો જુગાર રમાડનારા 3 ઝબ્બે : 2 વોન્ટેડ

Share

બી ડિવિઝન પોલીસે 17 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ.
ભરૂચ શહેરના બકરતવાડી વિસ્તારમાં ઇકરા સ્કૂલની બાજુમાં આવેલી ગલીમાં લિસ્ટેડ બુટલેગર સાબીર શબ્બી મલેક ( રહે. ફિરોદશ એપાર્ટમેન્ટ, કોટ પારસીવાડ) તેના માણસો રાખીને આંકડાનો જુગારર રમાડે છે. તેવી ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેેના પગલે પોલીસની ટીમે સ્થળ પર દરોડો પાડતાં સાબીર શબ્બીર મલેક સહિત હિતેશ પ્રકાશ પરમાર (રહે. કતોપર બજાર) તેમજ પ્રવિણ હિરા વસાવા (રહે. મોટો ભીલવાડો, પાલેજ)ને ઝડપી પાડ્યાં હતાં.  જ્યારે એક નાસી છુટ્યો હતો. જે બાબતે પુછતાં ભાગી ગયેલાનું નામ મોહમંદ કેફ ઉર્ફે ચપાટી હુસેન પઠાણ (રહે. અબદલવાડ, ભરૂચ) હોવાનું તેમણે જણાવ્યું હતું. ટીમે તેમની પાસેથી રોકડા 11 હજાર તેમજ બે મોબાઇલ તથા જુગારના સાધનો મળી કુલ 17 હજારથી વધુનો સામાન જપ્ત કર્યો હતો.તેમની ઉલટ પુછપરછ કરતાં તેમણે કબુલ્યું હતું કે, તેઓ ભરૂચના ઘુસવાડમાં આવેલી ડુંગાજી સ્કૂલ પાસે રહેતા સોએબ શેખને સટ્ટાબેટિંગના રુપિયા આપતાં હતાં. જેથી ટીમે તેને પણ વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ : રણછોડજી મંદિરમાં આવતી કાલે શરદ પૂર્ણિમની પરંપરાગત રીતે ઉજવણી થશે.

ProudOfGujarat

રાજપારડીના નાનકડા રોજદાર

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ તાલુકાના વિશ્વનાથપુરા ગામમાં કાચુ મકાન ધરાશાયી થતાં એકનુ મોત, પાંચને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!