Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચમાં બકરાના મુદ્દે બે પરિવારો બાખડ્યાં : એકબીજાને પત્થરો માર્યાં

Share

ભરૂચ તાલુકાના રહાડપોર ગામે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં રહાડપોર ગામે અજીમનગર સોસાયટીમાં રહેતાં રઝિયાબેન અતાઉલ્લાાન પઠાણ તેમના ઘરમાં હતાં. તે વેળાં સાંજના સમયે તેમની સોસાયટીમાં રહેતી મીનાબેન રાણાનો બકરો તેમના ઘરમાં ઘુસી આવ્યો હતો. જેથી તેમણે તેને બહાર કાઢ્યો હતો. અરસામાં મીનાનનો પુત્ર ફયાન ત્યાંથી પસાર થતો હોઇ તેને રોકી તમારા બકરાને બાંધીને રાખો, તે અમારા ઘરમાં ઘુસીને માલસામાનનું નુકસાન કરે છે. ઘરમાં નાના નાના બે બાળકો છે તેમને મારવા દોડે છે. જે બાદ થોડીવારમાં મીના તેની બે પુત્રીઓ આરજુ અને સમા સાથે તેના ઘરે આવ્યાં હતાં. તેમણે તેમને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કર્યો હતો. અરસામાં મીનાએ બાજુમાં પડેલો સિમેન્ટનો પત્થર ઉંચકી તેના માથામાં મારી દેતાં ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવને પગલે તેમણે મીના અને તેની બન્ને પુત્રી આરજુ અને સમા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઘટનામાં મીના ફિરોજ રાણાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમના ઘરે હતાં. તે વેળાંતેમનો પુત્રો ફયાન રડતો રડતો ઘરે આવતાં તેમણે તે બાબતે પુછતાં તેણે જણાવ્યું હતું કે, ફળિયામાં રહેતાં અકબરની મમ્મી આપડા બકરાને પથ્થર મારતી હોઇ તેમને ટોકતાં તેઓએ તેને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. અકબર ત્યાં હોઇ તેણે પણ અપશબ્દો ઉચ્ચારી તેને માર માર્યો હતો. જેથી તેઓ બન્ને પુત્રી આરજુ અને સિમરન સાથે તેના ઘરે લઇ તમે અમારા છોકરાને કેમ માર્યો છે. તેમ કહેતાં અકબર, તેની માતા,  તેનો ભાઇ ઝૂબેર તેમજ  તેની કાકીએ મળી તેમના પર  હુમલો કરી તેમને લાકડીના સપાટા માર્યાં હતાં.

Share

Related posts

ભરૂચની વ્રજ વિહાર સોસાયટીમાં અત્યંત ઝેરી સ્પેક્ટેકલ કોબ્રાનું રેસ્ક્યૂ કરાયું

ProudOfGujarat

આમોદની ઢાઢર નદીમાં એક સાથે ૨૦ થી વધુ મગરોનું ઝુંડ નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ.

ProudOfGujarat

ભરૂચ : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલ ત્રણ કૃષિ બિલ રદ કરવા અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!