Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એબીસી ચોકડીથી કસક સુધીના રોડ પર થયેલા દબાણો પર બુલડોઝર ફેરવાયા 

Share

જિલ્લા કલેકટરની સુચનાથી SDM તેમજ R & B વિભાગની ટીમે દબાણ હટાવ ઝુંબેશ
આગામી દિવસોમાં ઝાડેશ્વર અને શહેરના અન્ય માર્ગો પરના પણ દબાણો દુર કરાશે
।ભરૂચ ।
ભરૂચ શહેરના એબીસી ચોકડીથી કોલેજ રોડ અને કસક સુધી વહીવટી તંત્ર દ્વારા મંગળવારે દબાણો દુર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. રોડના સેન્ટરમાંથી ૨૨ મીટર સુધીના વિસ્તારમાં થયેલા દરેક પ્રકારના દબાણો દુર કરવામાં આવ્યા હતા. વાહનોની અવરજવરથી સતત વ્યસ્ત રહેતા આ રોડ પર દબાણને લઈને અવારનવાર ટ્રાફીક અને અન્ય સમસ્યાઓ સર્જાવા કરતી હતી. વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં શહેરના ઝાડેશ્વર તેમજ અન્ય માર્ગો ઉપર પણ દખાલો દુર કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે.
ભરૂચ શહેરના કસકથી કોલેજ રોડ થઈને એબીસી ચોકડી સુધીના માર્ગ પર સતત વાહન વ્યવહાર ચાલુ હોય છે ત્યારે રોડની સાઈડમાં આવેલી હોટલો તેમજ અન્ય દુકાનદારો દ્વારા રોડ પર દબાણ કરી દેવાતા ઘણીવાર ટ્રાફીક સહિતની સમસ્યાઓ હંમેશા સર્જાતી રહે છે. દબાણોને લઈને અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે ત્યારે મંગળવારે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની સુચનાથી એસડીએમ મનિષા માનાણીએ આર એન્ડ બી વિભાગની ટીમને સાથે રાખીને આ રોડ પરના દબાણો દુર કરવાની ઝુંબેશ હાથ ધરી હતી. દખાણો દુર કરવાની પ્રક્રિયામાં કોઈપણ રાજકીય દબાણ કે અન્ય કોઈ લાગવગ કે શેહશરમ રાખ્યા વિના કામગીરી કરવામાં આવી હતી. મુખ્ય રસ્તાના સેન્ટરથી ૨૨ મીટર સુધીના માર્ગ પર થયેલા દબાણોને દુર કરવા માટે બુલડોઝર, કેઈન સહિતના વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. દબાણ કરાયેલા સામાનને ટ્રેક્ટરોમાં ભરીને લઈ જઈ જપ્ત કરવામાં આવ્યો હતો. બીજી તરફ દબાણ દુર કરવાની કાર્યવાહી દરમ્યાન કોઈપણ પ્રકારનો અનિચિચ્છનીય બનાવ ન બને તે માટે સી.ડીવીઝન પોલીસ મથકનો ચોક્કસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, કેટલાક કિસ્સાઓમાં દુકાનદારો દ્વારા એક દિવસની મહેતલ માંગવામાં આવતા તેમને એક દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જો તે એક દિવસમાં તેમનું દબાણ સ્વૈચ્છિક રીતે દુર નહીં કરે તો આવતી કાલે વહીવટી તંત્ર દ્વારા તેને દુર કરવામાં આવશે તેમ જણાવાયુ હતુ.

Share

Related posts

લોક અદાલતનું આયોજન…

ProudOfGujarat

ભરૂચમાં સતત ચોથા વર્ષે પોલીસ વિભાગ દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રીનું આયોજન

ProudOfGujarat

લૂંટ ચોરી નાં બનાવો વધતાં જાય છે પણ પોલીસ આરોપી ઓને પકડવા માટે મહદ્દઅંશે નિષ્ફળ રહેતાં ધોરાજી તમામ અગ્રણી ઓ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું :

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!