Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પધ્ધતિઓથી વાકેફ કરાયાં

Share

ભરૂચ સહિત તમામ તાલુકા મથકો ઉપર સિવિલ ડિફેન્સનો બીજો દિવસ

જિલ્લા વહીવટીતંત્ર તરફથી દરેક નાગરિકોને અમૂલ્ય તકનો લાભ લઇ તાલીમમાં જોડાવા માટે અનુરોધ

Advertisement

ભરૂચ

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રની આગેવાનીમાં જિલ્લાના તમામ તાલુકા મથકો સહિત ભરૂચ ગ્રામ્ય અને શહેર તાલુકા માટે સિવીલ ડીફેન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

      આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ બચાવની પધ્ધતિઓથી વાકેફ કરવાનો છે. આપાતકાલીન પરિસ્થિતિના સમયે રાખવાની થતી સાવચેતી,યુ ધ્ધની સ્થિતિ અને તેની અસરો અંગે રાખવાની થતી સાવચેતી અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવી હતી. આ તાલીમમાં પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.વાધેલા દ્વારા યુદ્ધના વિવિધ પ્રકારો અને તેમાં રાખવાની થતી સાવચેતીઓ સાથે કેવા પ્રકારના પગલા લેવા તેમજ સિવિલ ડીફેન્સ અંગે તાલીમ પણ આપવામાં આવી હતી. નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવેલ નથી તેઓ લીંક મારફત તેમજ તાલીમનાં સ્થળે ઓફલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. આગામી ૬ જૂન  ૨૦૨૫ સુધી જિલ્લાના તમામ તાલુકામથકો ઉપર સિવિલ ડીફેન્સ તાલીમનું આયોજન કરાયું છે.

      ઉલ્લેખનીય છે કે, આપાતકાલીન પરિસ્થિતિ કે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ કઈ રીતે સ્વ બચાવ કરવો જોઈએ તથા તંત્ર દ્વારા લોકોને કઈ રીતે મદદરૂપ થઇ શકાય તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ભરૂચ જીલ્લામાં તાલુકા મથકો ઉપર પર નાગરિક સંરક્ષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. 

              આ તાલીમમાં જિલ્લા અગ્રણીઓ આગેવાનો, એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ, આપદા મિત્રો, હોમગાર્ડ, ખાનગી સુરક્ષા એજન્સીનાં કર્મચારીઓ, NGO , સરપંચશ્રીઓ અને તલાટીમંત્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ ખાતે MR.BHARUCH કોમ્પિટીશન યોજાઇ, બોડી બિલ્ડીંગ ક્ષેત્રે જોડાયેલા યુવાનોએ મેળવ્યા ખિતાબ.

ProudOfGujarat

75 ટકા કે તેથી વઘુ માનસિક અક્ષમતા માટે માસિક 1000/-ની સહાય મળવાપાત્ર જરૂરી દસ્તાવેજો સાથે જિલ્લા સમાજસુરક્ષાને અરજી કરવાની રહેશે

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનાં ફૂલવાડી ચોકડી નજીકથી ખેરનાં લાકડા ભરેલ આઇસર ટેમ્પો ઝડપાયો, જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!