યુવતિનો ભાઇ આવી જતાં બન્ને વચ્ચે ઝપાઝપી થઇ
ભરૂચ.
ભરૂચ શહેરના એક વિસ્તારમાં રહેતી યુવતી એક પાર્ટી પ્લોટમાં મેનેજર તરીકે કામ કરતી હતી. દરમિયાનમાં ગત 3 જૂનના રોજ તે વારે દશેક વાગ્યે નોકરીએ પહોંચી ગઇ હતી. પાર્ટી પ્લોટના પાછળના ભાગે આવેલાં રૂમ પરથી ચાવી લઇ આવી ઓફિસનો લોક ખોલવા ચાલતી જઇ રહી હતી. તે વેળાં ઓફિસની પાછળના ખુલ્લી જગ્યાએથી જતી હતી. ત્યારે તેના ફળિયામાં રહેતો રામુ નામો યુવાન અચાનક ત્યાં આવી ચઢ્યો હતો. તેણે યુવતિના બન્ને હાથ પકડી લીધાં હતાં. તેણીએ તેને પોતાનો હાથ છોડવા કાલાવાલા કરવા છતાં તેણે તેને પકડી રાખી છેડતી કરી હતી. યુવતિએ તેનો હાથ છોડવવાની કોશિષ કરવા સાથે બુમો પાડી હતી. જોકે, તેમ છતાં તેણે તેનો હાથ છોડ્યો ન હતો. અરસામાં યુવતિએ તેના બીજા હાથમાં રહેલાં મોબાઇલથી તેના ભાઇને ફોન કરી તમામ બાબતથી વાકેફ કરતાં દશેક મિનિટ બાદ તેનો ભાઇ ત્યાં આવી ગયો હતો. અને તેણે રામુ પાસેથી તેની બહેનનો હાથ છોડાવ્યો હતો. ઘટનાનો પગલે યુવતિના ભાઇ અને રામુ વચ્ચે ઝપાઝપી થઇ હતી. ઘટનાને પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં હતાં.
