Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં પોલીસ અને સામાજિક સંસ્થાઓ લોકોને ભોજન કરાવીને તેમને તેમના વતન મોકલવા માટે તમામ પ્રયાસો કરી રહી છે ડંડા મારતી આ પોલીસનું સ્વરૂપ જોઈને ભરૂચ જિલ્લાના લોકો પણ તેમની આ સેવાને સલામ કરી રહ્યા છે.

Share

હાલ તો ફાટી નીકળેલી મહામારીને પગલે રાજ્યપાલ અને દેશભરમાં lockdown કરી દેવામાં આવ્યું છે જયારે ભરૂચ જિલ્લામાં પણ lockdown કરી દેવામાં આવતા કંપનીઓ બંધ થઇ રહી છે બાંધકામ ક્ષેત્રે બંધ થઈ રહ્યા છે એટલું જ નહીં પણ ઉચ્ચક મજૂરી કરતા લોકો પણ હવે lockdown ની અસર થઈ ગઈ છે આમાં પણ સુરતથી ચાલતા જતાં હજારો લોકો આજે પણ નજરે પડે છે દાહોદ વડોદરા અમદાવાદ સૌરાષ્ટ્ર વિસ્તારોમાં રહેતા મજુર વર્ગો કામદાર વર્ગ હવે પોતાના વતનની વાટ પકડી છે જોકે હાઇવે પર વાહનો બંધ હોવાથી તેમજ તમામ પ્રકારનું વાહન વ્યવહાર બંધ હોવાને પગલે લોકોએ બાઈક ઉપર ચાલતા વતનની વાટ પકડી છે વતનની વાટ પકડી છે જ્યારે કે આ લોકો બે ત્રણ ચાર પાંચ પાંચ કલાક હાઈવે ઉપર અને રસ્તા ઉપર ચાલીને માત્ર પાણી પર જ નિર્ભર છે ત્યારે તેમની મદદ નબીપૂર અને પાલેજ ગામના લોકો મત આપ્યા છે તેઓ દ્વારા લોકોને ફૂડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે નબીપુર ગામ હાઈવે ઉપર ગામના યુવાનો દ્વારા ચાલતા જતાં લોકોને જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે જ્યારે નબીપુર પોલીસ મથકના પોલીસ અધિકારી ગઇકાલે રાત્રીના સમયે દાહોદના કેટલાક શ્રમજીવીઓ અટવાયા હતા તેમને ભોજનની વ્યવસ્થા કરાવીને વાહનોમાં તેમના વતન મોકલવાની પ્રશંસનીય કામગીરી કરી હતી તો બીજી તરફ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ તમામ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પોતાની રીતે બનતા ભોજનના પાર્સલો બનાવીને રસ્તે ચાલતા લોકોને તેમજ ફૂટપાથ પર રહેતા લોકોને ભોજન અને પાણીની વ્યવસ્થા કરાવીને રાત્રી કે દિવસ દરમિયાન કોઈ ભૂખ્યું ના રહે માટે આગળ આવી રહ્યા છે હંમેશાં દંડો ઉગમતી પોલીસ આજે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સાથે સાથે લોકોની સુવિધામાં કોઈ મુશ્કેલી ઊભી થાય તે માટે પણ પ્રયત્ન કરી રહી છે ભરૂચ જિલ્લામાં ફૂટપાથ પર રહેતા લોકોને પોલીસ દ્વારા બંને સમયે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે જ્યાં પોલીસ નથી પહોંચી શકતી ક્યાં સમાજ સેવકો દ્વારા ભોજન આપવામાં આવે છે અંકલેશ્વર અને ભરૂચ હાઈવે ઉપર આવા જ કેટલાક સામાજિક આગેવાનો દ્વારા લોકોને બે સમયનું ભોજન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને ફુડ પેકેટ આપવામાં આવી રહ્યા છે પાણીની બોટલ આપવામાં આવી રહી છે આમ ભરૂચ જિલ્લામાં તમામ લોકો માનવતાની સેવા કરવા ઉમટી પડ્યા છે.

Advertisement

Share

Related posts

લીંબડી નગરપાલિકાનાં સફાઈ કામદારોને છેલ્લા 8 માસથી પગાર નહીં મળતાં લીંબડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

ચૂંટણી ટાણે અસામાજિક પ્રવૃતિઓ સામે નર્મદા પોલીસની લાલ આંખ.

ProudOfGujarat

રાજપીપળા : ભાગતો આરોપી કિયા થી પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!