Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કચરો સળગાવવા મુદ્દે ધિંગાણું : કાર સ્પા સંચાલકના કર્મીઓને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચાર્યાં

Share

ભરૂચના ઝાડેશ્વર રોડ પર ઉમાભવન પાસે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચની ઝાડેશ્વર રોડ પર આવેલી ચિત્રકૂટ -2 સોસાયાટીમાં રહેતાં ભાવિક દિપક જૈન આનંદ હોટલ પાસે એક્ઝુક્યુટીવ કાર સ્પા નામની દુકાન ચલાવે છે. જ્યારે તેમની પત્ની બિજલકુમારી ઝાડેશ્વર રોડ પર આવેલાં  ઉમાવભન પાસે એક્ઝુક્યુટીવ કાર સ્પા-2 નામની દુકાન ચલાવે છે. તેઓ તેમની દુકાને હતાં. તે વેળાં તેમની પત્ની બિજલકુમારીએ તેમને ફોન કરી જણાવ્યું હતું કે, આપણી ઉમાભવન પાસેની કાર સ્પાની પાછળ હું કચરો સળગાવતી હતી. તે વેળાં નવીનપાર્કમાં રહેતાં હરદેવ સંધવે તેમનો વિડીયો ઉતારી તમે અહીં કેમ કચરો સળગાવો છો તેમ કહે છે તેમ કહેતી હતી. તે વેળાં હરદેવએ તેમની પત્નીનો ફોન લઇને તેમને ત્યાં આવવા કહેતાં તેઓ ત્યાં પહોંચ્યાં હતાં. તેમનીદુકાનેતેમની પત્ની સતેમજ હરદેવ અને તેમનો પુત્ર ભુમિત પણ બેઠો હતો. તેમજ સ્ટાફના પાંચેક છોકરા હાજર હતાં. તેઓ વચ્ચે વાતચિત ચાલી રહી હતી તે વેળાં હરદેવની પત્નીએ તેમના ઘરના ટેરેસ પરથી ભાવિકના કર્મીઓને સંબોધીને જાતિવિષયક અપશબ્દો ઉચ્ચારતાં તેમને તેમ ન કરવા કહેતાં હરદેવ અને ભુમિત ઉશ્કેરાઇ ગાયં હતાં. તેઓએ હુમલો કરતાં તેમના ત્યાં કામ કરતાં હિમાંશુના મિત્ર યશને મારવા લાગ્યાં હતાં તેમજ ભુમિતે તેના હાથમાં પહેરેલાં કડાથી તેનામાથામાં મારી ગંભીર ઇજાઓ કરી હતી. હરદેવની પત્નીએ ભાવિકની પત્નીને માર માર્યો હતો. ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. બનાવ સંદર્ભે તેમણે ભરૂૂચ સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

બરોડા બીએનપી પારિબા બિઝનેસ કોન્ગ્લોમરેટ્સ ફંડ સાથે ભારતના લિગસી બિઝનેસમાં હિસ્સો મેળવવાનું લક્ષ્ય

ProudOfGujarat

નેત્રંગનાં એન.આર.આઇ. દંપતી દ્વારા આશ્રમ શાળામાં ભણતા આદિવાસી બાળકોને ભોજન કરાવ્યું તેમજ ચંપલનું વિતરણ કર્યું.

ProudOfGujarat

ઝાડેશ્વર ની મહિલા ને દુષ્પ્રેરણા ના ગુના માટે પ્રેરિત કરનારા સામે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ દ્વારા કલેક્ટર ભરૂચ પાસે 30 દિવસમાં રિપોર્ટ માંગવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!