જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજના વહીવટીવટદારે રિબિન કાપી સરસ મેળાનો પ્રારંભ કરાવ્યો
ભરૂચ
ગુજરાત રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં હસ્તકલા કૌશલ્યને ખીલવવા રોજગારની તકો પૂરી પાડવા ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં પ્રાદેશિક સરસમેળાનું જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભરૂચ અંતર્ગત ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લી. ધ્વારા સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સરસ મેળાને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યોગેશ કાપસે અને પ્રાયોજના વહીવટી વટદારના હસ્તે રિબિન કાપી સરસ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો.

આ તકે, તેમણે સરસ મેળાના વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યુ હતું. ગ્રામીણ હસ્તકલાને વખાણી કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સખી મંડળની બહેનોની પૃચ્છા કરી હતી. તેમણે આ સરસ મેળામાંથી મહિલાઓને પ્રોત્સાહિત કરવા મનગમતી ચીજવસ્તુઓની ખરીદી પણ હતી.
હોસ્ટલ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ‘સરસ’ મેળામાં ગુજરાત રાજયભરના ૫૦ જેટલા સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલ હસ્તકલાની વસ્તુઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.મંડળની મહિલાઓ દ્વારા ઉન વર્ક, ઇમિટેશન વર્ક,પશુપાલન, અગરબત્તી, આયુર્વેદિક વસ્તુઓ, ઑક્સીડાઇઝડ જવેલરી બોક્સ, લાકડાના રમકડા સહિતની વસ્તુઓનું નિર્માણ કરી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની ગુજરાત લાઇવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા આયોજિત આ મેળામાં મેળામાં ૫૦ ક્રાફટ સ્ટોલ સાથે લાઈવ ફૂડ સ્ટોલ સ્ટોલ ઉભા કરાયા છે. જે સરસ મેળો આગામી ૧૫મી જૂન સુધી ચાલશે.
