Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સમીસાંજે વાતાવરણ પલ્ટા સાથે વરસાદી માહોલ જામ્યો

Share

જિલ્લામાં ચોમાસાના આગમનથી અબાલ વૃદ્ધ તમામ ઘેલમાં

વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત

Advertisement

।ભરૂચ ।

ભરૂચ શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવતી હતી જો કે કેટલાક સ્થળે સામાન્ય ઝરમર થયા બાદ વાદળો વિલિન થઈ જતા હતા. બીજી તરફ લોકો ગરમીથી વ્યાકુળ થઈ ગયા હતા. ત્યારે લોકો આકાશમાં ચાતકની નજરે વરસાદ માટે મીટ માંડી બેઠા હતા.દરમ્યાનમાં શનિવારે સમીસાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવવા સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમીથી અકળાયેલા લોકોએ વરસાદી માહોલ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત અનુભવી હતી.

સામાન્ય: ભરૂચ જિલ્લામાં ૨૦ થી ૨૨ જુન બાદ ચોમાસુ બેસતુ હોય છે ત્યારે આ વખતે ચોમાસુ વહેલું શરૂ થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યકત કરી હતી. જો કે છેલ્લા અઠવાડીયાથી શહેર-જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ બનવા છતાં વરસાદ વરસતો ન હતો. બીજી તરફ અકળામણદાયક ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. આકાશમાંથી અમી વર્ષા થાય તેવી આશાએ લોકો બેઠા હતા. તેવામાં શનિવારે સાંજના સમયે આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હતી. આકાશમાં વીજળીના કડાકા-ભડાકા થવા સાથે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. મોસમનો એકદંરે પહેલો વરસાદ વરસતા બાળકો, યુવાનો પહેલા વરસાદમાં પલરવા માટે બહાર નીકળી આવ્યા હતા. આકાશમાંથી કાચુ સોનુ વરસના ખેડૂતોએ પણ હાશકારો લીધો હતો. વરસાદ વરસ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીમાંથી રાહત સાંપડી હતી. જો કે સામાન્ય વરસાદ વરસતા જ રોડ, રસ્તાઓ ઉપર સામાન્ય ખાબોચિયા ભરાઈ ગયા હતા.


Share

Related posts

વિરમગામ શહેરમાં બર્થ ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત યુવા શક્તિ ગ્રુપ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યુ.

ProudOfGujarat

નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના માર્ગ પર એકથી દોઢ ફૂટના ખાડાઓથી શ્રદ્ધાળુંઓ પરેશાન 

ProudOfGujarat

ભરૂચ પશ્ચિમ વિસ્તારના નાગરિકોનો નગરપાલિકા પર હલ્લાબોલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!