Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

GNFC સ્પોર્ટસ કલબ ખાતે રાજયકક્ષાની અંડર-૧૩ અને અંડર-૧૫ બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન

Share

ભરૂચ

જીએનએફસી સ્પોર્ટસ કલબ અને ગુજરાત બેડમિન્ટન એસોસીએશનના ઉપક્રમે રાજયકક્ષાની યોનેક્ષ-સનરાઈઝ અંડર-૧૭ અને અંડર-૧૫ બેડમિન્ટન સ્પર્ધાનું સમાપન થયુ હતુ.

Advertisement

વિજેતા ખેલાડીઓને મેડલ, રોકડ પુરસ્કાર તથા સર્ટિફીકેટ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જીએનએફસી સપોર્ટસ કલબના પ્રમુખ પી.કે.પુરોહિતે ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા. ખેલાડીઓને વધુ મહેનત કરી દેશનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. સમાપન સમારંભમાં સ્પોર્ટસ કલબના પ્રમુખ પી.કે.પુરોહિત, જીએનએફસીના ઉચ્ચ અધિકારીઓ, યુનીયન લીડર્સ, કલબના સેક્રેટરી દક્ષેશ પંચોલી, જીબીએના ઉપપ્રમુખ શંકરભાઈ ચૌહાણ, ડિસ્ટ્રીકટ એસો.ના સેક્રેટરી દિલીપ ટંડેલ તથા ખેલાડીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના રેફરી તરીકે નિકુંજ પરમાર અને ડેપ્યુટી રેફરી તરીકે એફ.એફ.બારીઆએ સેવા આપી હતી. સમગ કાર્યક્રમનું સંચાલન અને આભારવિતી કલબના સેક્રેટરી દલેશ પંચોલીએ કરી હતી.


Share

Related posts

બીજા તો છ નંબરના છક્કાઓ છે – ભાષણમાં ફરી મધુ શ્રીવાસ્તવનો બફાટ

ProudOfGujarat

ભારતીય જનતા પાર્ટી, ભરૂચ જિલ્લા દ્વારા “સદસ્યતા વૃદ્ધિ અભિયાન” અંતર્ગત પાંચબત્તી ખાતે કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયતની સામાન્ય સભા યોજી બે નવી સમિતિઓની રચના કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!