ભારે પવનને કારણે 10 ટનનો રેન્કનો ઘોડો પડતાં કામદાર ઘવાયો હતો
ભરૂચ.
દહેજમાં આવેલી રામદેવ કંપનીમાં કામ કરતો કામદાર બિપીન અજય મંડળ ગઇકાલે સાંજે કંપનીમાં કામ કર્યાં બાદ સાંજના સાડા છ વાગ્યાના અરસામાં હાથપગ ધોઇને કંપનીમાંથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં ભારે પવન ફૂંકાવાને કારણે નજીકમાં પડેલો રેન્કનો ઘોડો તેના પર પડતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર વેળાં મોત થયું હતું. બનાવની જાણ થતાં તેના પરિવારજનો પણ આવી ગયાં હતાં. ત્રણેક મહિનાથી તે કંપનીમાં કામ કરીરહ્યો હતો. ત્યારે મૃતકના પરિવારને 10 લાખની સહાય તેમજ તેના પરિવારને દર મહિને 30 હજાર આપવામાં આવે તેવી માગ કરી હતી. જોકે, કંપની સત્તાધિશોએ તેમને 10 લાખનું વળતર ચુકવવાની બાંહેધરી આપી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું. ઘટનાને પગલે દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના દેહનું ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
