Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના શેરપુરા વિસ્તારમાં પીળા રંગના દેડકા દેખાતા કુતુહલ સર્જાયુ

Share

ભરૂચ

ભરૂચ શહેરમાં વરસાદી માહોલ જાગ્યો છે ત્યારે બુધવારે વિચિત્ર ઘટના સામે આવી છે. શહેરના શેરપુરા વિસ્તારમાં વરસાદ બાદ પાણીથી ભરાયેલા ખાબોચિયાઓમાં પીળા રંગના દેડકાઓ દેખાતા આસપાસના વિસ્તારમાં રહેતા લોકો તે જોવા માટે ઉમટી પડયા હતા. પીળા રંગના દેડકા ક્યાંથી આવ્યા તેને લઈને લોકોમાં અનેક તર્કવિર્તક ચાલી રહ્યા હતા. બીજી તરફ કેટલાક લોકો આને કુદરતની એક કમાલ ગણાવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સામાન્યત: દેડકાની આ પ્રજાતિને ભારતીય બુલફ્રોગ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રજાતિમાં નર દેડકા પત્થરીયા કલર જેવા હોય છે પરંતુ વરસાદમાં પ્રજનનની સીઝનમાં તેઓ પીળા રંગના બની જાય છે અને આ દેડકા સામાન્ય: હાનિકારક હોતા નથી જો કે આવા દેડકાની સંખ્યા અચાનક વધી જાય તો પર્યાવરણીય બદલાવ તેનું કારણ હોઈ શકે તેમ માનવામાં આવે છે. અલબત્ત હાલમાં તો પીળા રંગના દેડકાને જોવા માટે લોકોની ભીડ જામી રહી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ અને અધ્યક્ષની વરણી કરાઈ

ProudOfGujarat

વડોદરા રેલવે પોલીસની ચોરીમાં ગયેલ લેપટોપ સાથે સાણંદના શખ્સને ઝડપી પાડતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

સુરત ખાતે યોજાયેલ રાજ્યકક્ષાની ડિસ્ટ્રિક્ટ શુટિંગ કોમ્પિટિશનમા ભરૂચ ડીસ્ટ્રીક રાઇફલ એસોસિએશનના શૂટરોનું શાનદાર પ્રદર્શન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!