Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કન્ટેઇનર ચાલકે ટક્કર મારતાં બાઇક સવાર એક યુવાનનું મોત : એક ગંભીર

Share

ભરૂચ નેશનલ હાઇવે પર લુવારા પાટિયા પાસે બનેલી ઘટના
ભરૂચ.
વાલિયાના મસ્જીદ ફળિયા ખાતે રહેતાં રમશે ભીખાભાઇ વસાવાનો મોટો પુત્ર અનિશ ભરૂચના હલદર ગામે કામ અર્થે ગયો હતો. દરમિયાનમાં રવિવારે સવારે પોણા નવ વાગ્યાના અરસામાં અનિશના મિત્રનો રમેશ વસાવા પર ફોન આવ્યો હતો.. તેણે જણાવ્યું હતું કે, તે અને અનિશ બન્ને બાઇક પર વાલિયા આવવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં લુવારા ગામના પાટિયા પાસેથી પસાર થતાં સમયે એક કન્ટેઇનર ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે તેનું કન્ટેઇનર હંકારી લાવી તેમની બાઇકને પાછળથી ટક્કર મારતાં તે બાઇક સાથે રોડની સાઇડમાં ફંગોળાઇ ગયો હતો. જ્યારે અનિશ રોડ પર પટકાયો હતો. દરમિયાનમાં કન્ટેઇનરનુ ટાયર તેના પર ફરી વળતાં તેનું મોત નીપજ્યું છે. જેથી તેઓ તુરંત તેમના સગાસંબંધીઓ સાથે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં. ઘટનાને પગલે તેમણે નબીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ફરાર કન્ટેઇનર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તેને શોધવાની કવાયત શરૂ કરી હતી.

Share

Related posts

સુરેન્દ્રનગર : હિંગળાજપરામાં ગંદકીનું સામ્રાજ્ય : મહિલાઓએ રોષ વ્યક્ત કરી ગંદકી હટાવી રોડ બનાવવા માંગ કરી.

ProudOfGujarat

ભરૂચ : વેસદડા ગામના 250 થી વધુ લોકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કર્યો.

ProudOfGujarat

હિન્દુ જાગરણ મંચનાં ઉપક્રમે પાટણ  જીલ્લાના વારાટી ગામ ખાતે હિન્દુઓ પર થતા હુમલા અને અત્યાચારને વખોડતુ આવેદન પાઠવાયું……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!