Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના ત્રણ કુવા ફાટક પાસે જુગાર રમતાં ત્રણ જબ્બે

Share

ભરૂચ.
ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાનમાં તેમને બાતમી મળી હતી કે, ભરૂચના ત્રણ કુવા ફાટક પાસે ખુલ્લા ખેતરમાં લીમડાના ઝાડ નીચે કેટલાંક શખ્સોએ જુગારની મહફિલ જમાવી છે. જેથી તેમણે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાં ત્રણેક જણા કુંડાળું વળીને જુગાર રમતાં જણાતાં ટીમે તેમને ચારેય તરફથી કોર્ડન કરી ત્રણેયને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમના નામ પુછતાં તેમના નામ સુહેલ ઉર્ફે અલારો અહમદ પટેલ, મોહમંદ હનિફ ઉર્ફે મોટુ યાકુબ શેખ તેમજ ઇલમુદ્દીન સિદ્દીક શેખ હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેમની અંગઝડતીમાાંથી તેમજ દાવપર લાગેલા મળી કુલ 10 હજારથી વધુની રોકડ જપ્ત કરી ત્રણેય વિરૂદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પ્રેમનો આવો તો કેવો વિચીત્ર નિયમ કે અઢળક પ્રેમ આપવા છતાં પણ સામે દર્દ મળ્યુ…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના અવાદર ગામ ખાતે દવા વાળુ પાણી પીતા 12 નાની મોટી બકરીઓ ના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!