પ્રશ્નોનું નિવારણ થતા ઉપસ્થિત નાગરિકોએ જિલ્લા પ્રશાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી
ભરૂચ
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. સ્વાગત કાર્યક્રમના માધ્યમથી જિલ્લાના નાગરિકો અને વહીવટી તંત્ર વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરીને નાગરિકોની વ્યક્તિગત-સામૂહિક ફરિયાદો, અરજીઓ તેમજ સુચનોને સરકારી અધિકારીઓ સુધી પહોંચાડી તેનું તાત્કાલિક, પારદર્શક અને સંતોષકારક નિરાકરણ લાવવમાં આવે છે.

જિલ્લા સ્વાગત કાર્યક્રમ દરમિયાન નાગરિકોએ વિવિધ પ્રકારના 3૭ પ્રશ્નો અને અરજીઓ રજૂ કરી હતી. આ પ્રશ્નો અંગે અરજદારોને સાંભળી જિલ્લા,સંબંધિત વિભાગોના અધિકારીની ઉપસ્થિતિમાં રૂબરૂ ચર્ચા કરી સ્થળ પર તાત્કાલિક નિરાકરણ લાવી અરજદારોને સંતોષકારક જવાબ આપી અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેથી પ્રશ્નો લઈને ઉપસ્થિત થયેલા નાગરિકોએ જિલ્લા પ્રશાસન પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.
Advertisement
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ, પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા પોલીસ અધિકારી સંબંધિત વિભાગોના અમલીકરણ અધિકારી અને અરજદાર ઉપસ્થિત રહ્યા હતા
