Proud of Gujarat
bharuchdharm-bhaktiFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં તાજીયા ઝૂલુસ નિમિત્તે વાહન વ્યવહારને ડાયવર્ઝન અપાયાં

Share

તમામ તાજીયા કતોપોર બજાર થઈ મોટા ચાર રસ્તા થઈ ફુરજા બંદર ખાતે ઠંડા કરવામાં આવશે

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરમાં આગામી 6 જૂલાઈ ના રોજ ઈમામ હુસેનની યાદમાં ભરૂચ શહેર બી.ડીવીઝન અને ભરૂચ શહેર એ.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભરૂચ શહેર તાજીયા કમીટી દ્વારા તાજીયા ઝુલુસ કાઢવામાં આવનાર હોય આ તાજીયા જુલુસ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળી ફાટા તળાવ ચાર રસ્તા થઈ કતોપોર સ્લોપ ખાતે આવેલા મૌલા અલી બાવાની દરગાહ ખાતે સલામી આપવા જાય છે. ત્યારબાદ તમામ તાજીયા કતોપોર બજાર થઈ મોટા ચાર રસ્તા થઈ ફુરજા બંદર ખાતે ઠંડા કરવામાં આવતા હોય છે.

તાજીયા જુલુસ દરમ્યાન ફાટા તળાવ, કતોપોર સ્લોપ, કતોપોર બજાર, ફુરજા રોડ ખાતે મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થતી હોવાથી ટ્રાફીકજામ થવાની શક્યતાઓ રહેલ છે જેથી જાહેર જનતાની સલામતી તેમજ કોઈ મુશ્કેલી ઉભી ન થાય તે માટે કોઈ ગંભીર અકસ્માત કે ટ્રાફીક જામ ન થાય તે માટે 6 જૂલાઈના રોજ બપોરના ૧૫.૦૦ કલાકથી ૭ જૂલાઈના ૩.૦૦ કલાક સુધી ફાટા તળાવથી કતોપોર સ્લોપથી જુમ્મા મસ્જીદ, ફાટા તળાવથી કતોપોર સ્લોપથી મોટા ચારરસ્તાથી ફુરજા બંદર, ફાટા તળાવથી નગીના મસ્જીદ-ધોબીવાડ, છીપવાડ ચોકથી મોટા ચાર રસ્તા તેમજ સોનેરી મહેલથી જાલીયા મસ્જીદ, એડ્રુસબાવાની દરગાહ, વલંદા કોઠી, વડાપાડાથી કતોપોર સ્લોપ સુધીના રૂટ ઉપર વાહન વ્યવહાર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ પ્રતિબંધિત રૂટની સામે વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યા જેમાં પાંચબત્તી-લલ્લુભાઈ ચકલા, જુનાબજાર, લાલબજાર થઈ જુમ્મા મસ્જીદ, વસંત મીલની ચાલ, મદીના હોટલ નાના નાગોરીવાડ, લાલવાડી, પીરકાંઠી, બરકતવાડ થઈ ફુરજા, વસંતમીલની ઢાળ, સૈયદવાડ, ડુંગરી, નાની ડુંગરી કબસ્તાન, મુલતાનીવાડ, નાના નાગોરીવાડ, સક્કરતલાવ, ઘાંસમંડાઈ થઈ છીપવાડ ચોક, પાંચબત્તી, લલ્લુભાઈ ચકલા, જુનાબજાર, લાલબજાર થઈ જુમ્મા મસ્જીદ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે.


Share

Related posts

રાજપારડીની આરોગ્ય ટીમ દ્વારા વઢવાણા ગામે આરોગ્ય સર્વે કરવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ સિટી ‘બી’ ડીવીઝનમાં વિદેશી દારૂ ઝડપી પાડતી પોલીસ

ProudOfGujarat

ડેડિયાપાડાનાં ગારદા ખાતે દીપડાએ વાછરડીનું મારણ ગ્રામજનોમાં ફાફડાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!