Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તારા માતા-પિતા મારૂં સન્માન નથી રાખતાં કહીં પતિનો ત્રાસ

Share

ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ભરૂચ.
ભરૂચમાં આશુતોષ 3માં રહેતી મહિલાને તેના પતિ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપવા સાથે પિયરના સગાસંબંધીઓ સાથે વાતચિત કરવા સહિતનો ત્રાસ ગુજારતાં હતાં. છેલ્લા દોઢેક વર્ષથી તે તેના પિયરમાં રહેવા છતાં તેના પતિ દ્વારા કોઇ ખર્ચ પણ આપતો ન હતો. જેથી તેમણે અરજી કરતાં તેમના પતિ સાથે ભેગા કરી કાઉન્સિલીંગ કરવી હતી. જોકે, તેમ છતાં તે તેના પર ત્રાસ ગુજારી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકી હતી. બનાવને પગલે ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચ શહેરના આશુતોષ સોસાયટી-3માં રહેતાં ફાલ્ગુનીબેનના લગ્ન વર્ષ 2011માં ગૌરવ પ્રિયવદન મોદી સાથે થયાં હતાં. લગ્નથકી તેમને બે સંતાનો હતાં. લગ્ન બાદ તે સાસરીમાં સંયુક્ત પરિવારમાં રહેતી હતી. દરમિયાનમાં લગ્નના છ મહિના બાદથી તેના પતિ ગૌરવ મોદી નાની-નાની બાબતે તેમની સાથે બોલાચાલી કરતાં હતાં. તેમજ તારા માતા-પિતા મારૂ માનસન્માન નથી આપતાં તેમ કહીં તેને માનસિક ત્રાસ ગુજારતાં હતાં. તેમના સંતાનોનો માત્ર સ્કૂલ ફી જ તેના પતિ ભરે છે બીજો કોઇ પ્રકારનો ખર્ચ આપતાં નથી. ઉપરાંત સોશિયલ મિડિયા પર પણ પત્ની અને તેના પિયરના સગાસંબંધીઓ વિશે ખરાબ ખરાબ કોમેન્ટ કરતા કરતાં હતાં. જેના પગલે ઘણીવાર સમાજના માણસો સાથે મિટીંગ કરી હોવા છતાં તેના પતિમાં કોઇ સુધારો આવ્યો ન હતો. તે પિયરે જાય તો તેનો મોબાઇલ નંબર બ્લોકમાં નાંખી દેતાં હતાં. જેથી તેમણે અરજી કરતાં તેમના પતિ સાથે ભેગા કરી કાઉન્સિલીંગ કરવી હતી. જોકે, તેમ છતાં તે તેના પર ત્રાસ ગુજારી મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકી હતી. બનાવને પગલે ભરૂચ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચમાં જાહેર માર્ગોના નિર્માણમાં હલકી ગુણવત્તા તેમજ ભરૂચ નગરપાલિકાના શાસકો દ્વાર ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની આશંકા સાથે આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના ભરૂચ એકમ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર : ગડખોલ ગામની માસ્તર પેનલના સભ્યોએ ઉમેદવારી પત્રો ભર્યા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 19 થઇ જયારે કુલ સંખ્યા 352 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!