Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વલણ સ્થિતિ બે શાળાઓમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ.

પાલેજ નજીક વલણ સ્થિત કન્યાશાળા તેમજ હાઈસ્કૂલમાં વલણ સ્થિત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સરકાર દ્વારા વધતી જતી ગરમી તેમજ ક્લાઈમેટ ચેન્જના કારણે વધુમાં વધુ વૃક્ષો વાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત ઉપરોક્ત શાળાઓમાં આવેલા પટાંગણમાં ટ્રસ્ટના અધ્યક્ષ સૈયદ સલાઉદ્દીન બાવા સાહેબ કાદરીની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કન્યાશાળા તેમજ હાઈસ્કૂલમાં વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

Advertisement

આ પ્રસંગે હાઇસ્કુલના આચાર્ય સાજીદ ધજીયાએ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરી સાંપ્રત ગ્લોબલ વોર્મિંગના સમયમાં વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. સાથે સાથે ઈકો ક્લબના કન્વીનર ફારૂક ગોહિલે નિવેદનમાં જણાવ્યું હતું કે માત્ર વૃક્ષોનું વાવેતર કરી સંતોષ ન માણી વૃક્ષોનું માવજત કરી ઉછેર કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વલણ ગ્રામ પંચાયતના સરપંચ સીરાજ પુડા, મૌલાના હસન અશરફી, ઈદરિસ તાનિયા, શહેજાદ આકૂબત, આરીફ વાંસીવાલા, સલમાન સિંધી સહિત ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…


Share

Related posts

વલસાડના તિથલ ફરવા ગયેલા વડોદરાના ડોક્ટરના ઘરમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના સહિત 7.85 લાખની મત્તાની ચોરી

ProudOfGujarat

ભરૂચનુ ગૌરવ એવા શિતલ સર્કલ તોડી પડાયું.

ProudOfGujarat

અભિનેતા જેસન શાહ 8 વર્ષ પછી ફરીથી એમી જેક્સન સાથે કામ કરશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!