Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું ભરૂચ નગરપાલીકા દ્વારા સમારકામ કરાયું

Share

ભરૂચ

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરાયું હતુ. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ શહેરમાં નગરપાલિકાની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. વાહન ચાલકોને તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. ભરૂચ શહેરમાં આશ્રય સોસાયટી પાસે ચાવજને જોડતો રોડ, કલેક્ટર કચેરી પાસે, પંડિત ઓમકારનાથ હોલ કોલેજ રોડ વગેરે જેવા વિવિધ વિસ્તારોમાં જરૂરીયાત મુજબ નગરપાલીકા ટીમ દ્નારા સીસી વર્ક, પેચ વર્ક, વેટમિક્સ મટીરિયલ, પેવિંગ બ્લોક વગેરે કામગીરીને કારણે વાહનચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ દૂર થઈ છે અને ટ્રાફિક વ્યવહાર પણ સુચારુ બન્યો છે વાહન ચાલકોને તેમજ રાહદારીઓને હાલાકી ભોગવવી ન પડે તે માટે વિવિધ વિસ્તારોમાં રસ્તાઓનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નબીપુર નજીક દૂધ ભરેલા ટેન્કરને અકસ્માત નડતા 3 લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ગોધરા : 30 ગુજરાત એનસીસી બટાલીયન દ્વારા યોગ દિવસની ઉજવણી.

ProudOfGujarat

નેત્રંગ ખાતેથી લાખોની મત્તાનો શ્રાવણિયો જુગાર રમતા નવ જુગારિયા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!