Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

એસટી બસની ટક્કરે વૃદ્ધને ગંભીર ઇજા

Share

ભરૂચના કાસવા ગામ તરફ જવાના રોડ પરની ઘટના
ભરૂચ.
ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે રહેતાં ભરત બુધાભાઇ વસાવા દહેજની કંપનીમાં નોકરીએ ગયાં હતાં. તે વેળાં તેમની પત્નીએ તેમને ફોન કરીને જાણ કરી હતી કે, કાલીદાસ દાદા ભાડભૂતથી કાસવા રોડ પર લાકડા કાપવા માટે ચાલતા ચાલતા જતાં હતાં. તે વેળાં એક સરકારી એસટીએ તેમને અકસ્માત સર્જતાં તેમને ગંભીર ઇજાઓ થઇ છે. જેથી તેમને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યાં છે. જેથી તેઓ તુરંત સિવિલ હોસ્પિટલ પર પહોંચી પુછપરછ કરતાં તેમના દાદાને આઇસીયુમાં દાખલ કર્યાં હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ કરતાં માલુમ પડ્યું હતું કે, બસના ડ્રાઇવર પણ ત્યાં હાજર હતાં. તેમના દાદાને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેઓ બેભાન અવસ્થામાં હોવાનુ માલુમ પડ્યું છે. બનાવને પગલે તેમણે ભરુચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

GVK-EMRI-૧૦૮ એમ્બ્યુલન્સ સેવાના માધ્યમથી રાજપીપળાના કર્મયોગીઓ માટે પ્રથમ મદદગાર (First Responder) ની એક દિવસીય યોજાયેલી તાલીમ શિબિર

ProudOfGujarat

ભરૂચ એસ.ઓ.જીએ નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઇન અંતર્ગત અંકલેશ્વરના ભડકોદ્રા ગામની અયોધ્યા નગર-1 સોસાયટીમાં થ્રિ વહીલ ટેમ્પોમાં મસાલાની આડમાં ભરેલ 4.43 લાખના ગાંજાના જથ્થા સહિત ચાર ઇસમોને 7.75 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

ProudOfGujarat

ઉનાળુ પાકમાં ખેડૂતોને નુકસાન ન જાય તે માટે પૂરતું પાણી આપવા વડોદરા અને છોટાઉદેપુરના ધારાસભ્યની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!