નેત્રંગ તાલુકાની શ્રી સરસ્વતી કોલેજ ઓફ સોશિયલ વકૅ મોરીયાણાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ અન્વયે મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પોતાના પ્રતિભાવો આપ્યા
ભરૂચ – બુધવાર – ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ નિયામકશ્રી જિ.ગ્રા.વિ.એ નૈતિકા.એચ.પટેલના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૨૫ દરેક તાલુકાઓ ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા બાબતે પ્રતિભાવો અપાય રહ્યા છે. જે અન્વયે નેત્રંગ તાલુકાના શ્રી સરસ્વતી કોલેજ ઓફ સોશિયલ વકૅ મોરીયાણાના વિદ્યાર્થીઓએ સ્વચ્છતા સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૨૫, મોબાઈલ એપ્લિકેશનના માધ્યમ સ્વચ્છતા બાબતે પ્રતિભાવો આપ્યા હતા. અને તેમને સ્વચ્છતા બાબતે અવગત કરાયા હતા.
Advertisement
