Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાગરાની વિલાયત ચોકડી ખાતે યુવા કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનમાં 18 કોંગી આગેવાનોની અટકાયત

Share

ભરૂચ.

ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા દેરોલથી વિલાયત સુધીના બિસ્માર માર્ગને લઈને ગુરૂવારે વિલાયત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરાયું.

Advertisement

ભરૂચ જિલ્લામાં બિસ્માર માર્ગોના સમારકામને લઈ કોંગ્રેસ દ્વારા અગાઉ નેત્રંગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જે બાદ ભરૂચ કાર્યપાલક ઈજનેરને રજુઆત કરવામાં આવી હતી. તે સમયે અધિકારીએ દિન 7માં બિસ્માર માર્ગોના સમારકામની બાંહેધરી આપી હતી, પરંતુ
વારંવાર R & B અધિકારીઓ યોગ્ય ધ્યાન નહીં આપતા આજરોજ પૂર્વ લોકસભા ઉમેદવાર શેરખાન પઠાણ અને ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ, જાબીર પટેલ, અક્ષયસિંહ રાજ સહિતના કોંગ્રેસીઓએ વિલાયત ચોકડી ખાતે રસ્તા રોકો આંદોલન કરી વિરોધ પ્રદર્શન કર્યું. તાત્કાલિક દેરોલથી વિલાયત સુધી, વાલિયા-અંકલેશ્વર માર્ગ તેમજ જંબુસર રોડ સહિત અન્ય બિસ્માર માર્ગોની મરામતની માંગ કરી. જો સમારકામ નહિ કરાઈ તો ભરૂચ-અંકલેશ્વર માર્ગ અને મકાન વિભાગની કચેરીઓને તાળાં બંધીની ચીમકી ઉચ્ચારી હતી. વિરોધ પ્રદર્શન કરી રહેલા 18 જેટલા કોંગી આગેવાનોની વાગરા પોલીસે અટકાયત કરી હતી.


Share

Related posts

સુરતની ક્રાઈમ બ્રાન્ચની પોલીસ ટુકડીએ સુરતમાં સરથાણા વિસ્તારમાં આવેલ ગોવિંદ પાર્ક સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવનારા તસ્કર ટોળકીને ઝડપી પાડી હતી.

ProudOfGujarat

ભરૂચ પાલિકાનો ડીજી સેટ બિનઉપયોગી, અરજદારોને વીજપુરવઠો ન હોય ત્યારે ધરમના ધક્કા

ProudOfGujarat

અમેરિકામાં રહેતા NRI દ્વારા સુરતમાં કોરોનાકાળમાં મુશ્કેલીમાં મુકાયેલા પરિવારને 8 લાખની સહાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!