Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વિદ્યાદીપ કોમ્યુનિટી કોલેજ ભરૂચ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી

Share

ભરૂચ
જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી ગૃહ વિભાગ, શિક્ષણ વિભાગના નેતૃત્વ હેઠળ હેઠળ નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સુરક્ષા દિવસની ઉજવણી તેમજ ઘરેલુ હિંસા સેમિનારનું આયોજન વિધ્યાદિપ કોમ્યુનિટી કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું.
આ સેમિનારમાં સેલ્ફ ડિફેન્સ કોચ મલેક ભાઈ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની ટ્રેનિંગ આપવામાં આવી. બેહનોને પોતાનું સ્વરક્ષણ કઈ રીતે કરવું, સાથોસાથ પોસ્કો એક્ટ વિષે માહીતી આપવામાં આવી તેમજ શી ટીમનાં કર્મચારી શી ટીમની કામગીરી તેમજ પેટ્રોલિંગ અને સાયબર ક્રાઇમ વિષે માહિતી આપવામાં આવી હતી.
ત્યારબાદ દહેજ પ્રતિબંધક અધિકારી પ્રીતેશભાઈ વસાવા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંગે દુષ્કર્મ, ઘરેલું હિંસા, શોષણ તેમજ દહેજ જેવી ઉત્પિડન સમસ્યાઓથી કઈ રીતે સ્વરક્ષણ મેળવી શકે તેનાં વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વકીલ દ્વારા મહિલાઓના કાયદા તેમજ મહિલા સશકિતકરણ વિશે માહિતી આપવામાં આવી.  DHEW ટીમ દ્વારા મહિલાલક્ષી યોજનાઓ, સંકટ સખી એપ, હેલ્પલાઇન નંબર વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી. OSC ટીમ અને PBSC ટીમ દ્વારા સેન્ટર અને સેન્ટર પર આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સાવંત, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રીતેશભાઈ વસાવા, કોલેજના પ્રિન્સિપાલ મેગી આલીસું , આઈ સી ડી એસ ઇન્ચાર્જ સી ડી પી ઓ સરોજબેન, સેલ્ફ ડીફેન્સ ટીમ, DHEW ટીમ OSC ટીમ, PBSC ટીમ તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપેસ્થિત રહ્યા હતા.

Share

Related posts

નડિયાદ : સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

ProudOfGujarat

ચાંદોદથી કેવડિયા બનનારી બ્રોડગેજ રેલવે લાઈનનો તિલકવાડાના ખેડૂતો દ્વારા વિરોધ.

ProudOfGujarat

રાજ્ય સરકારે અંકલેશ્વર પાલિકાને રૂ.3 કરોડની ગ્રાન્ટ માળખાકીય સુવિધાઓ માટે ફાળવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!