Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટનો વિદાય સમારંભ યોજાયો

Share

ભરૂચ.
દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચ રૂરલ ડીવીઝનના ડેપ્યુટી સુપ્રિન્ટેડન્ટ નૂરજહાં મોહંમદ સલીમ એન્જીનીયર વયમર્યાદાને કારણે ૩૩ વર્ષની સેવા બજાવીને નિવૃત્ત થતા તેઓનું વિદાય સમારંભ સુરત કોર્પોરેટ કચેરીના ડી.જી.એમ. એચ.બી.ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો. ડેપ્યુટી સુપ્રિટેન્ડેન્ટનો હોદો સ્વીકારીને નુરજહાં એન્જીનીયરે એચ આર વિભાગની જટિલ અને હંમેશા સત્તાધીશો અને કર્મચારીઓ વચ્ચેના ઔદ્યોગિક સંબંધોની સમતુલા જાળવવાની કામગીરી ખુબ જ સુંદર અને સફળતાપુર્વક પાર પાડીને એક મહિલા કર્મચારી તરીકેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સમાજમાં તેઓએ પુરૂ પાડેલ.
વિદાય સમારંભમાં સુરત કોર્પોરેટ કચેરીના ડી.જી.એમ. કુ.એચ.બી.ચૌધરી, ડે.એન્જીનીયર યુ.જે.નાયક, સુરત સીટી સર્કલ ઓફીસના આસીસ્ટન્ટ સેક્રેટરી એન.સી.દેસાઈ, સર્કલ ઓફીસના ચીફ એક્ઝિકયુટીવ ઓફીસર અને સુપ્રિટેન્ડન્ટ એન્જીનીયર એચ.આર.મોદી વગેરે હાજર રહીને નૂરજહાં એન્જીનીયરની કામગીરીને બિરદાવી હતી અને નિવૃત્ત જીવનની શુભકામનાઓ પાઠવી હતી.તેઓનું સાલ ઓઢાડી, સન્માનપત્ર અર્પણ કરી અને ચાંદીનો સિક્કો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

Share

Related posts

વડોદરાના ફતેગંજમાં કપલ બોક્સ બનાવી કાફે ચલાવતા સંચાલક સામે કાર્યવાહી

ProudOfGujarat

રાષ્ટ્ર સૃજન અભિયાન ઝાલોદ તાલુકા દ્વારા આજ રોજ વૃક્ષારોપણ તથા જીવદયા નો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વલસાડ : શાળાઓમાં ફાયર એન.ઓ.સી ન મેળવતા નગરપાલિકાની ટીમે શાળાઓનાં નળ કનેકશન કાપી નાંખતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!