Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરદાર સરોવર ડેમના ૧૫ દરવાજા ૩.૮૦ મીટર ખોલી નર્મદા નદીમાં ૩.૮૭ લાખ ક્યૂસેક પાણી છોડાતાં તંત્ર સતર્ક

Share

નર્મદા નદી કિનારેના વિસ્તારોમાં રહેતાં લોકોને તકેદારીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા તાકીદ
નર્મદા નદીનું જળસ્તર ગોલ્ડન બ્રીજ પાસે ૨૧થી ૨૨ ફૂટ એટલે વોર્નિંગ લેવલે પહોંચવાની શક્યતાઓ
ભરૂચ.
સરદાર સરોવર ડેમના ૧૫ દરવાજા ખોલીને નર્મદા નદીમાં હાલમાં ૩.૮૭ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી કહ્યું છે. ત્યારે રાત્રીના સમયે ભરૂચ ખાતે નર્મદા નદીનું સ્તર ગોલ્ડન ચિજ ખાતે વધીને ૨૦થી ૨૧ ફૂટની વોર્નિંગ લેવલે પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નદી કિનારે રહેતાં લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર દેશમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાને કારણે સરદાર સરોવર ડેમમાં પાણીનો આવરો થતાં જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાથે સરદાર સરોવર ડેમમાં 6 લાખ ક્યૂસેક પાણીની આવક થતી હોવાને કારણે ડેમના ૧૦ દરવાજા ખોલીને નર્મદા નદીમાં ૧.૩૬ લાખ ક્યુસેક પણી ઠાલવવાનું શરૂ કરતાં નર્મદા નદી બે કાંઠે વહેતી થતાં ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી સાંજે ૪ વાગ્યે ૧૧.૭૪ ફૂટ પર પહેચી હતી. બીજી તરફ ૧ ઓગષ્ટે સરદાર સરોવર ડેમના કુલ ૧૫ દરવાજા ૩.૮૦ મીટર ખોલીને નર્મદા નદીમાં કુલ ૩.૮૭ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતાં રાત્રીના સમયે ભરૂચ ખાતે નર્મદા નદીનું જળસ્તર વધવાને કારણે ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી ૨૧થી ૨૨ ફૂટ એટલે કે વોર્નિગ લેવલ પર પહોંચે તેવી શક્યતાઓ છે.
બીજી તરફ રાત્રે અચાનક કોઈ સંજોગોમાં પાણીનો આવરો વધી જાય તો નદી કિનારેના વિસ્તારમાં કોઈ સમસ્યા ન ઉભી થાય તે માટે ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે નર્મદા નદી કિનારેના વિસ્તારોમાં ખાસ ટીમોને મોકલીને રાત્રીના સમયે વિસ્તારમાં નદીના પાણી પ્રવેશી શકે છે તેવી શક્યતાઓ અંગે જાગૃતી લાવી તકેદારીના ભાગરૂપે અગાઉથી જ લોકોને સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરી લેવા માટે એલાન કરવામાં આવ્યાં હતાં. નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ડેમના ઉપરવાસમાંથી પાણીનો આવરો વધે ડેમમાંથી છોડાતાં પાણીની માત્રામાં વધારો કરવાની ફરજ પડે તેવી શક્યતાઓને લઈને ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કિનારા વિસ્તારમાં પુરના પાણી આવે તેવી શકયતાઓ છે.
માછીમારોને માછીમારી કરવા નહીં જવા માટે તાકીદ કરાઈ

હાલમાં માછીમારોનો વર્ષની કમાણી કરવાનો સમય છે. દરિયામાંથી નર્મદા નદીના મીઠા પાણીમાં ઇંડા મુકવા આવતી હિલસા મચ્છીનો શિકાર કરવા માટે આ સમયગાળામાં માછીમારો નદી- દરિયામાં જતાં હોય છે. ત્યારે નર્મદા ડેમમાંથી છોડાઈ રહેલાં પાણીને કારણે નર્મદા નદીની સપાલીમાં વધારો થવા સાથે પાણીનું વહેણ વધવાની શક્યત્તઓને લઈને માછીમારોને હાલમાં માછીમારી કરવા નદીમાં નહી જવા માટે સૂચના આપવામાં આવી છે.


Share

Related posts

ગોધરા : શેઠ.પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનાં વિદ્યાર્થીએ ટેબલ ટેનિસ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવીને કોલેજનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

અમદાવાદમાં એક વ્યક્તિ પાણીથી છલોછલ ભૂવામાં ફસાયો, AMC ની બેદરકારીથી લોકોના જીવ તાળવે ચોંટ્યા

ProudOfGujarat

ધરમપુરના બિલપુડી ચોકડી નજીક ટ્રક પલટી જતા અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!