Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પોલીસે નંબર પ્લેટ વિનાની બાઇક પકડી, ચાલકે કહ્યું ત્રણ મહિના પહેલા ચોરી કરી વાપરુ છુ

Share

અંક્લેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે પોલીસની કાર્યવાહી
ભરૂચ.
એલસીબીની અંક્લેશ્વર ટીમ શહેરના મહાવીર ટર્નિંગથી પ્રતિન ત્રણ રસ્તા તરફ નંબર પ્લેટ વિનાની બાઇક લઇને જતાં એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ટીમે બાઇક સવારનું નામઠામ પુછતાં તેનું નામ વિપુલ અર્જૂન ઝાલા (હાલ રહે. અંદાડા, મુળ રહે. અરવલ્લી) હોવાનું જણાવ્યું હતું. તેની પાસે બાઇકના દસ્તાવેજો માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. બાદમાં પોલીસે યુક્તિપ્રયુક્તિથી તેની પુછપરછ શરૂ કરતાં આખરે તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે, ત્રણેક મહિના પહેલાં અંદાડા વાધીવાળા રોડ પર નાળા પાસે બાઇક પડી હોઇ તેને ડાયરેક્ટ ચાલુ કરી ચોરી કરી લઇ ગયો હતો. જે બાદ તેની નંબર પ્લેટ કાઢીને ચોરીછુપીથી તે બાઇક વાપરતો હતો. ટીમે તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

રાજપીપળામાં ભાજપી નેતાઓનાં ફોટાવાળા બેનરો મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સાંજે બેનરો હટાવાયા.

ProudOfGujarat

વાગરામાં બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર ગોંધી રાખેલ યુવતીને સુરક્ષિત બહાર લાવતી પોલીસ

ProudOfGujarat

પંચમહાલ અને દાહોદ જિલ્લાના શ્રમયોગી કલ્યાણક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારા શ્રમયોગીઓએ પારિતોષિક માટે અરજી કરવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!