Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકા ખાતે મિલકતના વેરામાં ડ્રેનેજ કનેક્શનના ૫૦૦ રૂપિયાનો વિરોધ 

Share

જે મિલકતોમાં ગટર કનેકશન નથી અપાયું તેને વેરો આવતાં લોકોએ પાલિકાએ હલ્લો કર્યો
પાલિકાના વિપક્ષના નેતાએ સીઓ-પ્રમુખને મામલામાં રજૂઆત કરી
ભરૂચ
ભરૂચ નગરપાલિકા ખાતે બુધવારે શહેરીજનોએ હલ્લો બોલાવ્યો હતો. પાલિકા દ્વારા મિલકત વેરાના બીલોમાં ગટર લાઈન કનેક્શન વેરાના ૫૦૦ રૂપિયા ઉમેરાઈને તમામ મિલકત ધારકોને મોકલવામાં આવ્યાં છે. ત્યારે જે લોકોને હજી કનેક્શન અપાયું નથી કે પછી તેમના વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનાની પાઈપલાઈનો નખાઈ જ નથી. તે લોકોએ પાલિકા ખાતે પહોંચી વિનાકારણના વેરાનો વિરોધ કર્યો હતો.
ભરૂચ નગરપાલિકા દ્વારા તાજેતરમાં શહેરી મિલક્તધારકોને મકાનવેરાના બીલ આપવામાં આવી રહ્યાં છે. જોકે, પાલિકા દ્વારા આપવામાં આવતાં બીલમાં ગટર વેરાના ૫૦૦ રૂપિયાનો વધારાનો વેરો શરૂ કરી દેવામાં આવ્યો છે. એક્તરક લોકોમાં વેરામાં વધારાને લઈને રોષ છે. ત્યાં પાલિકાતંત્રએ જે મિલકતને કનેક્શન જ નથી અપાયું તેવી મિલકતોના બીલોમાં પણ ગટર વેરાનો ઉમેરો કરવામાં આવતાં લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે. બુધવારે શહેરના અલગ અલગ વિસ્તારના લોકો ભરૂચ નગરપાલિકા ખાતે પહોંચી ગયાં હતાં. અને વેરાને લઈને હોબાળો મચાવ્યો હતો. લોકોએ વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદને રજૂઆત કરતાં તેઓએ તેમના અન્ય સાભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતનાઓએ સીઓ અને પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. જોકે, પાલિકા સત્તાધિશોએ વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લવાશે તેમ જણાવ્યું
શહેરની જનતા ખોટી રીતે રૂપિયા ઉઘરાવવાનું કૌભાંડ આચરાયું છે

નગરપાલીકાના સત્તાધિશો દ્વારા યેનકેન પ્રકારે જનતા પાસેથી રૂપિયા ઉપરાવવાનું શરૂ કરાયું છે. શહેરમાં કુલ ૫૫ હજાર મિલકતો પૈકી ૩૨ હજાર મિકલતોને ભુગર્ભ ગટર યોજનાનું કનેક્શન આપવામાં આવ્યાં છે. છતાં પાલિકા દ્વારા તમામ મિલકત ધારકોને બીલમાં ૫૦૦ સપિયાનો વેરો ઝીંકી દેવાયો છે. ત્યારે લોકોએ પાલિકા ખાતે પહોંચી વધુના કરવેરો નહી ભરવાના સુર સાથે વિરાધ કર્યો હતો. વિપક્ષે તેમને સાથે રાખી પાલિકા સત્તાવિકોને રજૂઆત કરી હતી. સમસાદ અલી સૈયદ, વિપક્ષ નેતા. નગરપાલિકા, ભરૂચ.
જેમના બીલમાં સુધારો હશે તે અમે કરી આપીએ છીએ

શહેરમાં કુલ ૫૫ હજાર મિલકતો જેની સામે ૩૨ હજાર મિકલતોને ભુગર્ભ ગટર યોજનાનું કનેક્શન આપવામાં આવ્યાં છે. હજી ૨૩ હજારમાં કનેક્શન આપવાનું બાકી છે. સોફ્ટવેરના કારણે બીલમાં ૫૦૦ રૂપિયા ગટર વેરાના ઉમેરાઈ જાય છે. જોકે, તેમાં સુધારણા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. પ્રજાને તકલીક ન પડે તે માટે કાર્યવાહી ચાલું છે. જેમને કનેક્શન નથી તેમને  બીલમાં વેરો આવ્યો હશે તો તેને અમે સુધારી આપીએ છીએ. વિભુતિ યાદવ,પ્રમુખ, ભરૂચ નગરપાલિકા


Share

Related posts

સુરતમાં પિપલોદમાં સ્પામાં કામ કરતી પૂર્વભારતની યુવતીની તબિયત બગડી જતાં તેને 108 મારફતે હોસ્પીટલમાં ખસેડવામાં આવતા તેની પાસેથી માદક પદાર્થ મળી આવ્યા હતા.

ProudOfGujarat

માંગરોળના શાહ નવાપરા ગામમાં સ્ટલિંગ એન્ડ એકવા ક્લચર ઇન્ડિયા પ્રા.લી.કંપનીના પ્રદુષણથી ગ્રામજનોમાં આક્રોશ

ProudOfGujarat

સુરતના ઉમરા વિસ્તારમાંથી મહિલાને પ્રેમજાળમાં ફસાવી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!