Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાત પોલીસના મહેનત અને ટેકનોલોજીથી 25 વર્ષ જૂના ધાડ અને લૂંટના ગુનાના આરોપી ઝડપાયા

Share

ભરૂચ,
ભરૂચ પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે 25 વર્ષ જૂના ધાડ અને લૂંટના ગુનાનો મુખ્ય આરોપી ઝડપીને ઇતિહાસ રચ્યો છે. આ સફળતા એ સાબિત કરે છે કે ગુજરાત પોલીસ માટે ક્યારેય ભૂતકાળના ગુનાની કોઇ મર્યાદા નથી, અને તેઓ કાયદાને જાળવવા માટે સતત પ્રયાસશીલ રહે છે. આશરે 25 વર્ષ પહેલાં, ભરૂચ જિલ્લામાં દેરોલ ગામ નજીક અને નેશનલ હાઈવે 8 પરની ન્યાયમંદિર હોટલ પાસેના પેટ્રોલપંપોમાં મોટા પેમાને લૂંટ થઈ હતી. ગુનેગારો દ્વારા કુલ 3,09,870/- રૃપિયાની રકમ લૂંટવામાં આવી હતી. આ ઘટના એ સમયે સ્થાનિકમાં ભારે ભય ફેલાવી હતી, અને પકડથી દૂર રહેલા આરોપીઓએ પોલીસને અનેકવાર ચકમો આપ્યા. 25 વર્ષથી પોલીસ પકડથી દૂર રહેલા રહેલા મુખ્ય આરોપી સોબાન ઉર્ફે શોભાન કરશનભાઈ સંગાડા (53 વર્ષ), જે દાહોદના ઈટાવા ગામનો વતની છે, ભરૂચ પોલીસને ગુપ્ત બાતમીથી પકડમાં આવ્યો. પોલીસની ટીમે પોર GIDC વિસ્તારમાં છુપાયેલા શોભાનને ઝડપી પડ્યો .આ સમગ્ર કાર્યોમાં ટેકનોલોજી અને માણસોની શ્રમ શક્તિનો મહત્ત્વપૂર્ણ ભમિકા હતી. ભરૂચ પોલીસની અસામાન્ય મહેનત અને વિવિધ રેકોર્ડ્સનો વિશ્લેષણ કરીને આ બેભાની પકડીને સફળતા મળી.આ ઘટનાની સાથે જ પોલીસને સ્થાનિક લોકોમાંથી ખૂબ પ્રશંસા મળી છે, જેમણે કાયદાના અમલને ફરીથી અનુભવી છે. “આ સ્ફૂર્તિજનક મહેનત અને એક નવી પ્રેરણા છે, જે અન્ય પોલીસ દળોને પ્રેરણા આપી શકે છે,” એવી પણ પ્રતિક્રિયાઓ આવી છે.

Share

Related posts

ભરૂચથી અંકલેશ્વર જતા છાપરા પાટિયા પાસે આવેલી ખાડીમાં મગર દેખાતાં લોકોમાં ફફડાટ.

ProudOfGujarat

આજે ભારત અંતરિક્ષમાં ઈતિહાસ રચવા તૈયાર, ચંદ્રયાન-3 ની લોન્ચિંગનું કાઉન્ટડાઉન શરૂ

ProudOfGujarat

રાજપીપલામાં સુશાસન સપ્તાહ ઉજવણી અંતર્ગત કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!