Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડા માંગરોળ તાલુકા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

Share

વાંકલ ખાતે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડયા.
ભગવાન બિરસા મુંડા જન્મજયંતી નિમિત્તે આદિવાસી સમાજનો ઉત્સાહ
પરંપરાગત વેશભૂષા, ડોલ-નગારા,પીપારીની ગુંજ વચ્ચે કાર્યક્રમ યોજાયો.
વાંકલ
ઉમરપાડા તાલુકાના  ખાતે 9મી ઑગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ અને ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.ધારાસભ્ય ગણપતભાઈના વરદહસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં તાલુકાનાવિવિધ ગામોમાંથી આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં, ડોલ-નગારા,પીપારી,તુર જેવા પરંપરાગત વાજિંત્રોની ગુંજ સાથે મોટી સંખ્યામાં  ઉમટી પડ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત દેવમોગરા માતાની આરતીથી કરવામાં આવી હતી.અનેક શાળાઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિની ઝલક રજૂ કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.વાંકલ ખાતે આદિવાસી દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરાય હતી. હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્ય ગણપતભાઈએ ભગવાન બિરસા મુંડાજન્મજયંતી તથા રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતુંકે શિક્ષણ સમાજના વિકાસનો મુખ્ય આધાર છે.તેમણે આદિવાસી રાજાઓ તથા શહીદોના બલિદાનને યાદ કરી અંગ્રેજ શાસન સામે લડનાર શૂરવીરોને શ્રદ્ધાંજલિ અર્પી. કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મેડલ તથા સન્માનપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સમગ્ર કાર્યક્રમમાં તાલુકા અને આસપાસના વિસ્તારના આદિવાસી સમાજના લોકોનો ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ જોવા મળ્યો હતો.

Share

Related posts

ભરૂચના શુક્લતીર્થ ગામના વસાવા ફળિયામાં આંક ફરકનો જુગાર રમતા બે ઈસમોને હજારોના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા

ProudOfGujarat

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઝઘડિયા તાલુકા કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

કરજણ ડેમમાંથી લોકોની પાણીની જરૂરીયાતને પહોંચી વળવાની સાથે નદીઓને જીવંત રાખવા પાણી છોડાયું. ૧૭૦૦ ક્યુસેક જેટલું પાણી છોડાયું. ૬ અને ૭ નંબરના બે રેડીયલ ગેટ ખોલાયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!