Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આંગણવાડી બહેનોને અશ્લિલ કોલથી હેરાનગતી: એક જ નંબર પરથી રાજ્યભરમાં કેસ, સાયબર સેલે ગુપ્ત તપાસ શરૂ કરી

Share

ભરૂચ
ભરૂચ, ઝઘડિયા, નેત્રંગ, જંબુસર અને ભાવનગર સહિતના વિસ્તારમાં આંગણવાડી બહેનો અને સુપરવાઇઝરોને એક અજાણ્યા યુવાન દ્વારા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ પર અશ્લિલ કોલ કરીને હેરાન કરવાના અનેક મામલાઓ પ્રકાશમાં આવ્યાં છે. આરોપી વ્યક્તિ નગ્નતાની હદો લંગઘી રહયો છે અને તેનું ટારગેટ ખાસ કરીને આઇસીડીએસ વિભાગના સરકારી નંબર ધરાવતી મહિલા કાર્યકરો છે.
આ એક પછી એક મળતા ફોન કોલ્સના કારણે ભરૂચ સહિતના જિલ્લાઓમાં કાર્યરત આંગણવાડી બહેનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આંગણવાડી કાર્યકરોના સંગઠનના આગેવાને સમગ્ર ઘટના અંગે ભરૂચની સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે સમગ્ર ઘટનાના કેન્દ્રમાં એક જ મોબાઇલ નંબર છે, જેના માધ્યમથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં કોલ કરવામાં આવી રહ્યાં છે. ભરૂચ સાયબર સેલે વિશેષ ટીમની રચના કરીને આરોપીનું લોકેશન ટ્રેસ કરવાનું કામ હાથ ધર્યું છે. ટીમ દ્વારા કોલ એનાલિસિસ, મોબાઇલ ટાવર ડેટા અને ડિજિટલ ટ્રેસિંગ જેવી ટેકનિકલ તપાસ ચલાવવામાં આવી રહી છે.
એક આંગણવાડી બહેનાએ કોલના કારણે પરિવારજનો સાથેના સંબંધોમાં તણાવ સર્જાવાની ઘટના ગૃપમાં શેર કરતાં અન્ય બહેનો પણ સામે આવી હતી. આઘાતજનક વાત એ છે કે આ મહિલાઓએ એક જ ફોન નંબર પરથી અશ્લિલ વાતો અને વીડિયો કોલ મળવાની ફરિયાદ કરી છે.
મામલો અત્યંત સંવેદનશીલ હોવાના કારણે પોલીસ હાલ ગુપ્ત માર્ગે તપાસ કરી રહી છે અને વધુ વિગતો જાહેર કરવાની ના પાડતી હોય, જોકે સાયબર સેલ આ ઘટનાને ગંભીરતાથી લઈ રહી છે અને ઝડપથી આરોપીની ધરપકડ માટે પ્રયત્નશીલ છે.

Share

Related posts

લીંબડીનાં શિવાલયોમાં અમાસ નિમિત્તે મહા આરતી યોજાઇ

ProudOfGujarat

દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં ધડાકો થતાં 6 કામદારોના મોત.

ProudOfGujarat

ભરૂચ અને નર્મદા જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં નેટવર્ક પકડાતું ન હોવાના પગલે વિદ્યાર્થીઓને ભણતર અંગે નુકસાન સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી રમેશ પોખરીયાલને પત્ર લખ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!