Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આછોદ ગામ પાસે ટેન્કરની ટક્કરે બાઇક સવાર એક યુવાનનું મોત, એક ગંભીર

Share

ભરૂચ.
આમોદના આછોદ ગામે બાદા ફળિયામાં રહેતાં સલમાન યાકુબ પટેલનો નાનો ભાઇ યહયાના ગામમાં રહેતાં મિત્ર સાલીમ સફિક નાનાભાઇના ઘરે મહેમાન આવ્યાં હોઇ યહયા તેમજ સાલીમ સફિક નાનાભાઇ તેમના માટે જમવાનું લેવા માટે આમોદ ગયાં હતાં. જ્યાંથી તેઓ પરત આવી રહ્યાં હતાં. તે વેળાં આછોદ ગામ પાસેના ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ સામેથી પસાર થતાં સમયે એક ટેન્કર ચાલકે દહેજ તરફથી આવતી વેળાં ઓચિંતો વળાંક લઇ તેમની બાઇકને ટક્કર મારતાં ટેન્કરના પાછળના ટાયર યહયા પર ફરી વળતાં તેનું ગંભીર ઇજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. જ્યારે ટેન્કર ચાલકે પણ તેનું ટેન્કર ઉભુ કરી દેતાં લોકોએ તેમના નામઠામની પુછપરછ કરતાં તેનું નામ તારકનાથ દુધનાથ ચતુર્વેદી (રહે. ચાંદોદ, વલસાડ) હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનામાં સાલીમ સફીક નાનાભાઇને પણ ઇજાઓ થઇ હતી.ઇજાગ્રસ્તને તેમજ મૃતકના દેહને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવને પગલે આમોદ પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

નડિયાદ : શ્રી સંતરામ વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

મહુધા ખાતે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયપત્રોનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં થનારી ઉજવણીના પૂર્વ આયોજન અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે યોજાયેલી બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!