પુત્રવધુને એક દુકાનમાં સસરો મારતો હોવાનો વિડીયો વાયરલ
ભરૂચ,
ભરૂચ શહેરમાં વિધવા હિન્દુ પુત્ર વધુ પર દાનત બગાડી તેને હેરાન કરનારા મુસ્લીમ સસરાએ શહેરના સ્ટેશન રોડ પર ડાયમંડ સુપર માર્કેટમાં વિધવા વહુને માર માર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તેના સીસીટીવી ફૂટેજ વાયરલ થયાં છે. ત્યારે ઘટનાને પગલે એક તરફ પુત્રવધુએ તો બીજી તરફ સસરાની તરફેણમાં સાસુએ ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ભરૂચ શહેરમાં રહેતી એક હિન્દુ યુવતિએ પ્રેમલગ્ન કર્યા હતાં. જોકે, તેની સાસુએ એક મુસ્લીમ શખ્સ સાથે રહેતી હતી. લગ્ન બાદ તેમની સાસુ સાથે તેમને બોલાવતી ન હતી. જોકે ત્રણેક વર્ષ પહેલાં યુવતિના પતિનું મૃત્યુ થતાં તે તેના બે સંતાનોનું ગુજરાન ચલાવે છે. દરમિયાનમાં તેની સાસુ પણ તેની સાથે સારુ બોલવા લાગી હતી. અરસામાં તેના સસરા (સાસુ સાથે રહેનાર મુસ્લીમ શખ્સ)ની તેના પર દાનત બગડતાં તે અવાર નવાર તેની સાથે અડપલાં કરતાં હતાં. પહેલાં વિધવા વહુએ તે સહન કર્યું પણ તેના સસરાની હેરાનગતિ વધી ગઈ હતી. જેથી તેણે અગાઉ પોલીસ મથકે અરજીઓ આપી હતી જોકે, તેનો કોઈ નિકાલ આવ્યો ન હતો. દરમિયાનમાં વિધવા મહિલા ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર ડાયમંડ સુપર માર્કેટમાં એક દુકાને ગઈ હતી. જયાં તેનો સસરો આવી ગયો હતો. જ્યાં તેમની વચ્ચે તકારાર થતાં સસરાએ તેને દુકાનમાં જ માર મારવા લાગ્યો હતો. તેના સીસીટીવી કેમેરાના ફૂટેજ વાયરલ થયાં છે. બનાવને પગલે વિધવા પુત્રવધુએ તેના મુસ્લીમ સસરા વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાને પગલે વિધવા પુત્રવધુની સાસુએ પણ ફરિયાદ નોંધાવી હતી કે, તેની પુત્રવધુ અને તેના ભાઈએ તેમના પતિને માર માર્યો હતો. ઉપરાંત તેના પુત્રવધુના ભાઈએ તેની એક્ટીવાથી પોતાને પગમાં અથાડી ઈજાઓ કરી હોવાની કેફિયત રજૂ કરી હતી. બનાવને પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
