આમોદ તાલુકામાં આવેલાં આછોદ ગામે બનેલી ઘટના
ભરૂચ.
આમોદ તાલુકાના આછોદ ગ્રામ પંચાયતમાં ખાનગી કારકૂન તરીકે ફરજ બજાવતાં સલીમ અબ્બાસ પટેલ ગુરૂવારે ગ્રામ પંચાયતમાં રોજીંદુ કામ અર્થે આવ્યાં હતાં. તે વેળાં બપોરના 11 વાગ્યાના અરસામાં ગ્રામ પંચાયતના સરપંચના પતિ સોયેબ સલીમ કાઝી તેમજ ગામના સાજીદ અલ્લી બાબર તથા અલ્લી ધમાં ગ્રામ પંચાયતમાં હાજર હતાં. તે વેળાં ત્યાં સામે રહેતો મિનહાઝ ઇબ્રાહિમ ભામા ત્યાં આવ્યો હતો. તેણે ગમે તેમ અપશબ્દો ઉચ્ચારી સોયેબ કાઝી તેમજ સાજીદ બાબરને કહેતો હતો કે, આ સલીમને અહીંથી છૂટો કરો તેને કાઢી મુકે તે મારી પત્ની સાથે સંબંધ રાખે છે તેમ કહીં તકરાર કરી હતી. મામલો ગરમાતાં તેણે નજીકમાં પડેલી ખુરશી લઇ તેના પર હુમલો કરવાની પણ કોશિષ કરી હતી. ઘટનાને પગલે તેણે આજે તો તને મારી નાખીશ તું અહિંયાથી જતો રહેત અને હવે પછી પાછો આવતો નહીં તેમ કહીં તેમને ધાક ધમકીઓ આપી હતી.બનાવને પગલે તેમણે મિન્હાઝ ઇબ્રાહિમ ભામા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
