Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરમાં હવામહેલ પાસે દારૂની હેરાફેરી કરતાં બે ઝડપાયાં

Share

ભરૂચ.
અંક્લેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં તેમને બાતમી મળી હતી કે, એક ઇસમ હવામહેલ તરફ વિદેશીદારૂનો જથ્થો બેગમાં ભરીને આવનાર છે. અને બીજો શખ્સ તે વિદેશીદારૂનો જથ્થો લેવા માટે આવનાર છે. જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમે હવામહેલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં એક શખ્સ બેગમાં કઇંક વજનદાર વસ્તુ લઇને ત્યાં પહોંચ્યો હતો. દરમિયાનમાં બીજી એક શખ્સ ત્યાં ઉભો હતો. તેને તે તેણે લાવેલી બેગ આપી રહ્યો હતો. તે વેળાં જ પોલીસે બન્નેને દબોચી લીધાં હતાં. તેમના નામ ઠામ પુછતાં એકનું નામ હરેન્દ્ર સિદ્ધનાથ સિંગ (રહે. જલારામ નગર, વાપી) જ્યારે બીજાનું નામ અર્પિત ધર્મેશ સુણેવવાલા હોવાનું માલુમ પડ્યું હતું. ટીમે તેમની પાસેની બેગમાં તપાસ કરતાં તેમાં કુલ 31 હજારનો વિદેશીદારૂ ભરેલો મળી આવ્યો હતો. ટીમે તેમની પાસેથી દારૂ, મોબાઇલ સહિત કુલ 37 હજારનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરનાર રજવાડી હોટલના મેનેજરની ધરપકડ કરતી એસ.ઓ.જીની ટીમ

ProudOfGujarat

સુરત : બિલ્ડર ગૌતમ પટેલના અપહરણ મામલે વરાછાના ઉદ્યોગપતિ મહેશ સવાણીના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી.

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ નગરમાં સ્વૈચ્છિક બંધનાં પગલે નગરનાં બજારો પ્રથમ દિવસે બંધ જોવા મળ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!