અંકલેશ્વર તાલુકા પોલીસે નવા પુનગામ નજીક બનતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર કાચા રસ્તેથી ઢાળ ચઢવાના ભાગેથી મોટી માત્રામાં દેશી દારૂ ભરેલ સ્વીફ્ટ ગાડી સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવા પુનગામ નજીક બનતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર કાચા રસ્તે સ્વીફ્ટ ગાડીમાં મોટી માત્રામાં દેશી દારૂ ભરી દહેજ ખાતે જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે નવા પુનગામ નજીક બનતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ હાઇવે ઉપર કાચા રસ્તેથી ઢાળ ચઢવાના ભાગે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી હતી.અને ગાડીમાંથી 252 બમફરમાં ભરેલ 504 લીટર દેશી દારૂ તેમજ 2 લાખની ગાડી,એક ફોન મળી કુલ 3.05 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.અને અંકલેશ્વરના અમરતપરા ગામના ટેકરી ફળિયામાં રહેતો ભાવિન ઠાકોર વસાવાને ઝડપી પાડ્યો હતો.જેની પૂછપરછ કરતા આ જથ્થો ગામની મણીબેન વસાવા પાસેથી મેળવી દહેજના અજય રાઠોડને આપવા જતો હોવાનું કબૂલાત કરી હતી.
